બ્રેકિંગ@મહેસાણા: ગરમીના કારણે ગુરૂવારથી પ્રાથમિક શાળાઓ સવારની કરાઈ

અટલ સમાચાર, મહેસાણા (ભુરાજી ઠાકોર) મહેસાણા જિલ્લામાં નહિવત્ વરસાદ અને અતિશય ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનો સમય આવતીકાલે એટલે કે ગુરૂવારથી સવારનો કરવાનો નિર્ણય કરાયો છે. મહેસાણા જિલ્લાના તમામ તાલુકા શિક્ષણાધિકારી ઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીપત્ર માં ગુરૂવારથી શાળાના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે.
 
બ્રેકિંગ@મહેસાણા: ગરમીના કારણે ગુરૂવારથી પ્રાથમિક શાળાઓ સવારની કરાઈ

બ્રેકિંગ@મહેસાણા: ગરમીના કારણે ગુરૂવારથી પ્રાથમિક શાળાઓ સવારની કરાઈ

અટલ સમાચાર, મહેસાણા (ભુરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લામાં નહિવત્ વરસાદ અને અતિશય ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનો સમય આવતીકાલે એટલે કે ગુરૂવારથી સવારનો કરવાનો નિર્ણય કરાયો છે.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકા શિક્ષણાધિકારી ઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીપત્ર માં ગુરૂવારથી શાળાના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી કચેરીથી શાળા સમય નો બીજો પરિપત્ર ના આપવામાં ના આવે ત્યાં સુધી અમલ કરવાનો રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે અચાનક 8 વાગે શાળાઓના શિક્ષકોને જાણ થતાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. શિક્ષકો દ્વારા વાલીઓને ફોન દ્વારા જાણ કરાઇ અને ગામડાઓમાં વિધાર્થીઓ રાત્રે ઘરે ઘરે ફરીને વિધાર્થીઓને જાણ કરવી પડી હતી.