બ્રેકિંગ@મહેસાણા: દૂધસાગર ડેરીમાં આગ, ચાર ગાડી ઉતારી, અફરાતફરી મચી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં મોડી સાંજે આગ લાગી હતી. ગોડાઉનમાં 🔥 આગ લાગ્યાની જાણ થતાં દોડધામ અને અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ચાર ગાડીઓ ઉતારવામાં આવી હતી. જોકે ગોડાઉનમાં અંદર સુધી પાણી નહિં જતાં દિવાલો તોડી આગ ઉપર કાબુ મેળવવા મથામણ કરવામાં આવી છે. મહેસાણાના હાઈવે પરની દૂધસાગર ડેરીના
 
બ્રેકિંગ@મહેસાણા: દૂધસાગર ડેરીમાં આગ, ચાર ગાડી ઉતારી, અફરાતફરી મચી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં મોડી સાંજે આગ લાગી હતી. ગોડાઉનમાં 🔥 આગ લાગ્યાની જાણ થતાં દોડધામ અને અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ચાર ગાડીઓ ઉતારવામાં આવી હતી. જોકે ગોડાઉનમાં અંદર સુધી પાણી નહિં જતાં દિવાલો તોડી આગ ઉપર કાબુ મેળવવા મથામણ કરવામાં આવી છે.

મહેસાણાના હાઈવે પરની દૂધસાગર ડેરીના હેડક્વાર્ટર સ્થિત સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આખી લાગી છે. બંધ ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગ્યા બાદ ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મહેસાણા પાલિકા અને ઓએનજીસી દ્વારા કુલ 4 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ચાર ફાયર ફાઈટરે આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો પરંતુ અંદર સુધી પહોંચવા મુશ્કેલી ઉભી થઈ હતી. આથી તાત્કાલિક ગોડાઉનની દિવાલ તોડી પાણીનો બંબો છેક અંદર સુધી લઈ જવા મથામણ આદરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આગને કારણે કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ ભંગારનો પડેલો ડેરીનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.