બ્રેકિંગ@મહેસાણા: ડેરીના પૂર્વ VC મોંઘજીભાઇના રીમાન્ડ મંજૂર, વિપુલ ચૌધરીના ફરીથી રીમાન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેનના કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં પૂર્વ ચેરમેનના 18મી ડિસેમ્બર અને પૂર્વ વાઇસ ચેરમેનના 19મી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કરાયા છે. ગત શનિવારે વિપુલ ચૌધરીની અટકાયત બાદ ગઇકાલે ટ્રાન્સફર વોરંટથી મોંઘજીભાઇ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ હવે સીઆઇડી ક્રાઇમની ટીમ
 
બ્રેકિંગ@મહેસાણા: ડેરીના પૂર્વ VC મોંઘજીભાઇના રીમાન્ડ મંજૂર, વિપુલ ચૌધરીના ફરીથી રીમાન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેનના કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં પૂર્વ ચેરમેનના 18મી ડિસેમ્બર અને પૂર્વ વાઇસ ચેરમેનના 19મી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કરાયા છે. ગત શનિવારે વિપુલ ચૌધરીની અટકાયત બાદ ગઇકાલે ટ્રાન્સફર વોરંટથી મોંઘજીભાઇ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ હવે સીઆઇડી ક્રાઇમની ટીમ સાગરદાણ અને બોનસ પગારના કથિત કૌભાંડ મામલે તપાસ તેજ કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા દૂધસાગર સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે પૂર્વ વાઈસ ચેરમેન મૌઘજીભાઇ ચૌધરીના 3 દિવસ રિમાન્ડ મંજુર કર્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે મૌઘજીભાઇ ચૌધરીની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમે વિપુલ ચૌધરીને સાથે રાખીને ડેરીની મુલાકાત પણ લીધી હતી.

બ્રેકિંગ@મહેસાણા: ડેરીના પૂર્વ VC મોંઘજીભાઇના રીમાન્ડ મંજૂર, વિપુલ ચૌધરીના ફરીથી રીમાન્ડ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગત સુનાવણીમાં ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા તપાસ માટે કોર્ટમાં વિપુલ ચૌધરીના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે હવે રિમાન્ડ પૂર્ણ થતાં વધારાના રિમાન્ડ માટે આજે ફરીવાર વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 18મી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.