બ્રેકિંગ@મહેસાણા: LR સુનિતા વિરૂધ્ધ ગુનો બને છે, કડીથી પહોંચી મોટી રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) સુરતની લોકરક્ષક સુનિતા યાદવે ફરજમાં કરેલી વર્તણુંક મામલે મોટી રજૂઆત સામે આવી છે. મહેસાણાના કડીથી છેક ડીજીપીને ઓનલાઇન મારફત ફરીયાદ કરી છે. જેમાં કાયદામાં બિભત્સ ગાળો બોલવાની છૂટછાટ છે ? જો નથી તો સુનિતા સામે કેમ પગલાં ન લીધા ? જનપ્રતિનિધિનું અપમાન કર્યુ તેમજ અયોગ્ય વર્તન કર્યુ હોવાથી ગુનો નોંધવા
 
બ્રેકિંગ@મહેસાણા: LR સુનિતા વિરૂધ્ધ ગુનો બને છે, કડીથી પહોંચી મોટી રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) 

સુરતની લોકરક્ષક સુનિતા યાદવે ફરજમાં કરેલી વર્તણુંક મામલે મોટી રજૂઆત સામે આવી છે. મહેસાણાના કડીથી છેક ડીજીપીને ઓનલાઇન મારફત ફરીયાદ કરી છે. જેમાં કાયદામાં બિભત્સ ગાળો બોલવાની છૂટછાટ છે ? જો નથી તો સુનિતા સામે કેમ પગલાં ન લીધા ? જનપ્રતિનિધિનું અપમાન કર્યુ તેમજ અયોગ્ય વર્તન કર્યુ હોવાથી ગુનો નોંધવા માંગ કરી છે. આ સાથે તેના પિતા પોલીસની નેમપ્લેટવાળી કાર લઇ ફરતા હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીના રમેશ પટેલે રાતોરાત લાઇમલાઇટમાં આવેલી સુનિતા યાદવ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા મુદ્દા આધારે રજૂઆત કરી છે. રાજ્ય પોલીસવડાને ઓનલાઇન પોર્ટલ મારફત LR સુનિતાનું ફરજ દરમ્યાન અયોગ્ય વર્તન, ગાળાંગાળી કરવી, અપમાનિત અને ઉશ્કેરાટ ઉભો કરવો સહિતની બાબતો ટાંકી કેમ અત્યાર સુધી કોઇ પગલાં ન લેવાયા હોવાનો ચોંકાવનારો સવાલ કર્યો છે. આ સાથે ટ્રેનિંગ દરમયાન ઉગ્ર વર્તન કર્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બ્રેકિંગ@મહેસાણા: LR સુનિતા વિરૂધ્ધ ગુનો બને છે, કડીથી પહોંચી મોટી રજૂઆત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સૂરતની મહિલા LR સુનિતા યાદવે ગત બુધવારે રાત્રે કોવિડ ફરજ દરમ્યાન વિડીયો ઉતારી વાયરલ કરાવ્યો હતો. જેમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાતચીત તેમજ પ્રકાશ કાનાણી સાથેની વર્તણૂંક બાદ મોટો ગરમાવો ઉભો થયો છે. જેમાં શિસ્ત માટે કટિબધ્ધ પોલીસ કર્મચારીને શોભે તેવુ વર્તન કરવાને બદલે ગુસ્સો અને સામેવાળાને ઉશ્કેરવા કરેલી ગતિવિધિ ચર્ચામાં આવી છે. જેથી કડીના યુવાને શિસ્તાથી વિરૂધ્ધ વર્તન કર્યાની દલીલ સાથે સુનિતા વિરૂધ્ધ ગુનો બનતો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી છે.