બ્રેકિંગ@મોડાસા: 144ની કલમ વચ્ચે મજૂરો થયા ભેગા, કાળજી ઉપર ભારી રોજી

અટલ સમાચાર, મોડાસા કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે અમુક જીલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પરંતુ અરવલ્લી જીલ્લા કલેક્ટરના જાહેરનામાં બાદ પણ કલમ 144નો ભંગ થતો હોવાનું સામે આવ્યુ છે. મોડાસાના ટાઉનહોલ આગળ મજૂર મેળો ભરાતા લોકો એકઠા થયા હતા. જીલ્લા કલેક્ટરે જાહેરનામું પાડ્યા બાદ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ હોવાથી લોકો
 
બ્રેકિંગ@મોડાસા: 144ની કલમ વચ્ચે મજૂરો થયા ભેગા, કાળજી ઉપર ભારી રોજી

અટલ સમાચાર, મોડાસા

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે અમુક જીલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પરંતુ અરવલ્લી જીલ્લા કલેક્ટરના જાહેરનામાં બાદ પણ કલમ 144નો ભંગ થતો હોવાનું સામે આવ્યુ છે. મોડાસાના ટાઉનહોલ આગળ મજૂર મેળો ભરાતા લોકો એકઠા થયા હતા. જીલ્લા કલેક્ટરે જાહેરનામું પાડ્યા બાદ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ હોવાથી લોકો એકઠા થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મજૂરો એકઠા થતાં કોરોના વાયરસ સામે કાળજી ઉપર રોજગારી મહત્વની બની હોવાનું ચિત્ર બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કલમ 144 લાગુ કરી દીધી હતી. મોડાસાના ટાઉનહોલ આગળ દરદોજ મજૂર મેળો ભરાયો હોય છે. જોકે જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને વધુ લોકોને એક સ્થળે એકઠા નહિ થવાની સુચના આપી હોવા છતાં આજે ફરીથી મજૂરમેળો ભરાયો હતો. જેમાં કોરોના વાયરસ સામે કાળજી ઉપર રોજગારી મહત્વની બની હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં આરોગ્યને લઇ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, જાગૃતતાના અભાવે આ લોકો ભેગા થયા હતા.

બ્રેકિંગ@મોડાસા: 144ની કલમ વચ્ચે મજૂરો થયા ભેગા, કાળજી ઉપર ભારી રોજી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને લઇ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. અરવલ્લી જીલ્લામાં કલમ 144 લગાવી હોવા છતાં મોડાસામાં પોલીસ ચોકી પાસે જ મજૂર મેળો ભરાતા આરોગ્ય બાબતે ચિંતાજનક વિષય બન્યો છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યુ છતાં લોકોમાં જાગૃતતાનો અભાવ હોવાથી લોકો મજૂરમેળામાં ઉમટી પડ્યા હતા.