બ્રેકિંગ@ઉ.ગુ: લો પ્રેશર સક્રિય થતાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ
 
બ્રેકિંગ@ઉ.ગુ: લો પ્રેશર સક્રિય થતાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે.
રાજ્યમાં આખરે હવે ચોમાસુ જામ્યું છે. અને અત્યાર સુધીમાં 10.77 ઈંચ સાથે સિઝનનો અત્યાર સુધીમાં 32.58 ટકા વરસાદ વરસી ચુક્યો છે. 17 જુલાઈ સુધીમાં રાજ્યમાં 6.95 ઈંચ સાથે મોસમનો સરેરાશ 21.04 ટકા વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં 11.54 ટકા વરસાદ છેલ્લા 10 જ દિવસમાં નોંધાયો છે. જેમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 20.23 ઈંચ જ્યારે કચ્છમાં માત્ર 5.27 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી દક્ષિમ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો સૌથી વધુ 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.