બ્રેકિંગ@પાલનપુર: બેંકના પૈસા ભરેલી ગાડી લૂંટવા જતાં 1 ઝબ્બે, 2 ફરાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર શહેરમાં દિનદહાડે બેંકના પૈસા ભરીને જતી ગાડી લૂંટવાનો કારસો રચ્યો હતો. આ દરમ્યાન જૂના આરટીઓ સર્કલ પાસેથી પસાર થઇ રહેલી રોકડ ભરેલી ગાડી લૂંટવા જતાં ત્રણ પૈકી એક આરોપી ઝડપાઇ ગયો હતો. ભારે અફરાતફરી વચ્ચે બે આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હોવાથી તેના
 
બ્રેકિંગ@પાલનપુર: બેંકના પૈસા ભરેલી ગાડી લૂંટવા જતાં 1 ઝબ્બે, 2 ફરાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુર શહેરમાં દિનદહાડે બેંકના પૈસા ભરીને જતી ગાડી લૂંટવાનો કારસો રચ્યો હતો. આ દરમ્યાન જૂના આરટીઓ સર્કલ પાસેથી પસાર થઇ રહેલી રોકડ ભરેલી ગાડી લૂંટવા જતાં ત્રણ પૈકી એક આરોપી ઝડપાઇ ગયો હતો. ભારે અફરાતફરી વચ્ચે બે આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હોવાથી તેના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાને પગલે પાલનપુર પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

બ્રેકિંગ@પાલનપુર: બેંકના પૈસા ભરેલી ગાડી લૂંટવા જતાં 1 ઝબ્બે, 2 ફરાર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: બેંકના પૈસા ભરેલી ગાડી લૂંટવા જતાં 1 ઝબ્બે, 2 ફરાર

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં લૂંટના નિષ્ફળ પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના આરટીઓ નજીક પેટ્રોલપંપ પાસે બેંકની રોકડ રકમ લઇને જતી ગાડીનો બાઇકસવાર લૂંટારૂઓએ પીછો કર્યો હતો. આ દરમ્યાન લૂંટારૂઓએ રોકડ રકમ પડાવી લેવા ગાડીમાં બેઠેલા કર્મચારીઓ અને કેશિયર ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ધોળા દિવસે બેંકના નાણાં લઇ જતી ગાડી લૂંટવાની ઘટના નિષ્ફળ બની હતી. લૂંટારૂઓ પૈકી બે ગણતરીની સેકંડોમાં ફરાર થઇ ગયા હતા.

બ્રેકિંગ@પાલનપુર: બેંકના પૈસા ભરેલી ગાડી લૂંટવા જતાં 1 ઝબ્બે, 2 ફરાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લૂંટની ઉપરાછાપરી ઘટનાઓને પગલે લૂંટારૂઓ બેફામ બની ધોળા દિવસે પણ ઘટનાને અંજામ આપી રહ્યા છે. બેંકના નાણાં એટીએમમાં જમા થાય તે પહેલા ગાડીમાંથી બારોબાર લૂંટી લેવાની ઘટના કાયદો અને વ્યવસ્થા માટે ચિંતાજનક બની છે. લૂંટારૂઓ બેંક, એટીએમ અને હવે રોકડ ભરેલી ગાડીનો પણ શિકાર કરતા હોય નાણાંકીય અને બજાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે પાલનપુર પોલીસે આરોપીઓ ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.