બ્રેકિંગ@પાલનપુર: કોરોના અસરથી ડેરી ઠપ્પ થતાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રેડઝોન બનાસકાંઠામાં દૂધ ઉત્પાદકોની સ્થિતિ દયનિય બની છે. સ્થાનિક ડેરી કોરોના અસરગ્રસ્ત 45 ગામોનું દૂધ લેવાનું બંધ કર્યુ છે. જેને લઇ પાલનપુરના લક્ષ્મીપુરા ડેરીમાં 200 જેટલા પશુપાલકોએ પોતાનું દૂધ ગટરમાં ઢોળી દીધુ હતુ. આ સાથે અમુક લોકોએ દૂધ પશુઓને પીવડાવી દીધુ હતુ. આમ દૂધની ડેરી જ ઠપ્પ
 
બ્રેકિંગ@પાલનપુર: કોરોના અસરથી ડેરી ઠપ્પ થતાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રેડઝોન બનાસકાંઠામાં દૂધ ઉત્પાદકોની સ્થિતિ દયનિય બની છે. સ્થાનિક ડેરી કોરોના અસરગ્રસ્ત 45 ગામોનું દૂધ લેવાનું બંધ કર્યુ છે. જેને લઇ પાલનપુરના લક્ષ્મીપુરા ડેરીમાં 200 જેટલા પશુપાલકોએ પોતાનું દૂધ ગટરમાં ઢોળી દીધુ હતુ. આ સાથે અમુક લોકોએ દૂધ પશુઓને પીવડાવી દીધુ હતુ. આમ દૂધની ડેરી જ ઠપ્પ થતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના લક્ષ્મીપુરા ડેરીમાં આશરે 200 જેટલા પશુપાલકોએ આજે પોતાનું દૂધ ગટરમાં ઢોળી દીધું હતું. આ લોકો માટે સૌથી મોટો પ્રશ્ન દૂધનું શું કરવું તે છે. કારણ કે જિલ્લામાં પશુપાલન પર નભતા લોકોની સંખ્યા ખૂબ વધારે છે. આ જ માટે તેઓ દૂધને કૂતરાઓ કે પ્રાણીઓને પીવડાવી રહ્યા છે કાં તો તેને ગટરમાં વહાવી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો ફેલાવો થતાં આરોગ્ય તંત્ર સક્રિય થયું છે અને અનેક ગામોને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક ડેરીએ કોરોનાના સંભવિત ખતરનાને ધ્યાનમાં રાખીને દૂધ જ લેવાનું બંધ કરી દીધું છે.

બ્રેકિંગ@પાલનપુર: કોરોના અસરથી ડેરી ઠપ્પ થતાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માટે પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત વર્ષે અહીં તીડનું આક્રમણ અને ત્યારબાદ ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જોકે હવે કોરોના વાયરસના કહેર વચ્ચે ફરી તીડ આક્રમણની ભિતી બની છે. આ તરફ સ્થાનિક ડેરીએ કોરોનાગ્રસ્ત વિસ્તારનું દૂધ લેવાનું બંધ કરી દેતાં પશુપાલકો અને ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવ્યો છે.

બનાસ ડેરીના ઈન્ચાર્જ એમડી.ની સ્પષ્ટતા

સમગ્ર મામલે બનાસ ડેરીના ઈન્ચાર્જ એમ.ડી. કામરાજભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી. જીલ્લાના 27 ગામોને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરેલ હોવાથી નાગરિકોની અવરજવર અને રહેણાંક-મહેસુલી વિસ્તારમાં સંપુર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે તે વિસ્તારની દૂધ મંડળીઓ દ્વારા પ્રજાહિતમાં દૂધ લેવાનું બંધ રાખ્યું છે. કન્ટેઈનમેન્ટ ઝોન હોય ત્યાં પશુપાલકોમાં પણ કોરોના સંક્રમણનો ભય રહેલો છે જેથી પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સ્થાનિક દૂધ મંડળીઓએ દૂધ લેવાનું બંધ કરેલ છે. જોકે આ બાબતે ડેરીના સંચાલક મંડળે કોઇ નિર્ણય કરેલ છે.