બ્રેકિંગ@પાલનપુર: ધો-12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝબ્બે, પોલીસ કાર્યવાહી શરૂ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરમાં ધોરણ-12ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. નાપાસ થયેલા રીપીટર વિદ્યાર્થીએ પોતાની જગ્યાએ ડમી વિદ્યાર્થીને પરિક્ષા આપવા મોકલ્યો હતો. એક જ અટક હોવાથી તરકટમાં સફળ થવાની સંભાવના ઉપર પાણી ફરી વળ્યું છે. આજે અચાનક પરીક્ષાખંડમાં ચેકિંગ દરમ્યાન સુપરવાઇઝરને આશંકા જતાં તપાસ કરી હતી. જેમાં પુછપરછને અંતે વિદ્યાર્થી
 
બ્રેકિંગ@પાલનપુર: ધો-12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝબ્બે, પોલીસ કાર્યવાહી શરૂ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરમાં ધોરણ-12ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. નાપાસ થયેલા રીપીટર વિદ્યાર્થીએ પોતાની જગ્યાએ ડમી વિદ્યાર્થીને પરિક્ષા આપવા મોકલ્યો હતો. એક જ અટક હોવાથી તરકટમાં સફળ થવાની સંભાવના ઉપર પાણી ફરી વળ્યું છે. આજે અચાનક પરીક્ષાખંડમાં ચેકિંગ દરમ્યાન સુપરવાઇઝરને આશંકા જતાં તપાસ કરી હતી. જેમાં પુછપરછને અંતે વિદ્યાર્થી ડમી હોવાનું સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: ધો-12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝબ્બે, પોલીસ કાર્યવાહી શરૂ

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. ગત વર્ષે નાપાસ થયેલા લાલાભાઈ ગોહિલ નામના વિદ્યાર્થીએ રીપીટર તરીકે ફોર્મ ભર્યુ હતુ. જેમાં આજે બી.કે.ભણસાલી શાળામાં ઇતિહાસના પેપરમાં લાલાભાઇ ગોહિલની જગ્યાએ કિરણસિંહ ગોહિલ નામનો ડમી વિદ્યાર્થી પરિક્ષા આપતા આબાદ ઝડપાઇ ગયો હતો. સુપરવાઇઝરે સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારીને રીપોર્ટ કરતા પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રીપીટર વિદ્યાર્થી લાલાભાઈ ગોહિલને અગાઉ ધોરણ-12ની પરીક્ષામાં કેટલાક વિષયમાં નિષ્ફળતા મળી હતી. આથી ફરીથી પાસ થવુ જરૂરી હોઇ રીપીટર તરીકે ફોર્મ ભર્યુ હતુ. જેમાં તેમનો નંબર પાલનપુરની બી.કે.ભણસાલી શાળામાં આવ્યો હતો. જોકે આજે ઇતિહાસનું પેપર લાલાભાઇની જગ્યાએ સમાન અટકનો અન્ય ડમી વિદ્યાર્થી કોની દોરવણીથી આવી ગયો તે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલે હકીકતના વિદ્યાર્થી લાલાભાઇ ગોહિલ સામે સૌથી મોટા સવાલો ઉભા થયા છે.