આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠાના પાલનપુરમાં આજે બપોરે અકે ગઠીયો 2.50 લાખની દીલધડક લુંટ કરીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. પાલનપુરના ડોકટરના પૈસા તેમના કમ્પાઉન્ડર સાઇકલ લઇ બેંકમાં ભરવા ગયા હતા. આ દરમ્યાન બેંક આગળ જ એક ગઠીયો રૂપિયા ભરેલી થેલી લુંટી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઇ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના એક ડોકટરે તેમના 2.50 લાખ રૂ. કંમ્પાઉન્ડરને બેંકમાં ભરવા મોકલ્યા હતા. આ દરમ્યાન ૪ થી પ વાગ્યાના સુમારે કમ્પાઉન્ડર બેંક આગળ ઉભા હતા તે દરમ્યાન એક ગઠીયો તેમના પૈસા ભરેલી બેગ લુંટીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ડોકટરે પોલીસ ફરીયાદ નોધાવી છે. પોલીસે ઘટનાના CCTV મેળવી ગઠીયાની અટકાયત કરવાની દીશામાં તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code