બ્રેકિંગ@પાટણઃ લૉકડાઉનમાં 108 મોડી આવી, દર્દીને લારીમાં લઈ જતા અંતે મોત

અટલ સમાચાર, પાટણ કોરોના સામે હાલ આખુ વિશ્વ લડી રહ્યુ છે. આવતી 14મી એપ્રિલ સુધી આખા ભારતમાં લોકડાઉન આપી દેવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના સામે જંગ છેડી દેવામાં આવી છે આવી પરિસ્થિતિમાં સામાન્ય દર્દીઓની હાલત ગંભીર થઈ છે. ગુજરાતમાં પાટણના સિદ્ધપુરમાં લોકડાઉનના કારણે એક માણસનો જીવ ગુમાવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
બ્રેકિંગ@પાટણઃ લૉકડાઉનમાં 108 મોડી આવી, દર્દીને લારીમાં લઈ જતા અંતે મોત

અટલ સમાચાર, પાટણ

કોરોના સામે હાલ આખુ વિશ્વ લડી રહ્યુ છે. આવતી 14મી એપ્રિલ સુધી આખા ભારતમાં લોકડાઉન આપી દેવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના સામે જંગ છેડી દેવામાં આવી છે આવી પરિસ્થિતિમાં સામાન્ય દર્દીઓની હાલત ગંભીર થઈ છે. ગુજરાતમાં પાટણના સિદ્ધપુરમાં લોકડાઉનના કારણે એક માણસનો જીવ ગુમાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના સિદ્ધપુરમાં લોકડાઉનને પગલે દર્દીઓની હાલત કફોડી બની છે. બસ સ્ટેશન પાસે એક શખ્સ એકાએક બેભાન થયો હતો. એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીને લારી પર લઈ જવાનો વારો આવ્યો. એમ્બ્યુલન્સ સમયસર નહોતી પહોંચી દર્દી સમયસર હોસ્પિટલ ન પહોચી શકતા તેનું મોત થયુ છે. સિદ્ધપુરના બિલિયા ગામનો વ્યક્તિનું સારવાર અભાવે મોત થયું છે.

બ્રેકિંગ@પાટણઃ લૉકડાઉનમાં 108 મોડી આવી, દર્દીને લારીમાં લઈ જતા અંતે મોત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમયસર 108 ના આવતાં આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવાર રોષે ભરાયો હતો. જેના કારણે મૃતકના પરિવારજનોએ આરોગ્ય તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે, 108 વહેલી આવી હોત તો યુવકનો જીવ બચી જાત.