બ્રેકિંગ@પાટણ: નોકરીની ખોટી જાહેરાતથી પૈસા પડાવનારા આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટમાં ભરતીના નામે ખોટી જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ગત 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપી ફોર્મ ફી અને અરજી પેટે રકમ ઉઘરાવી હતી. આ પછી નોકરીદાતાઓ બનાવટી હોવાની શંકા જતાં નાણાં ખંખેરી આરોપીઓ પલાયન થઇ ગયા હતા. અરજદારોને છેતરાયા હોવાની ખબર પડતા પોલીસે તપાસ શરૂ
 
બ્રેકિંગ@પાટણ: નોકરીની ખોટી જાહેરાતથી પૈસા પડાવનારા આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટમાં ભરતીના નામે ખોટી જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ગત 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપી ફોર્મ ફી અને અરજી પેટે રકમ ઉઘરાવી હતી. આ પછી નોકરીદાતાઓ બનાવટી હોવાની શંકા જતાં નાણાં ખંખેરી આરોપીઓ પલાયન થઇ ગયા હતા. અરજદારોને છેતરાયા હોવાની ખબર પડતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કૌભાંડના આરોપીઓ પાટણના હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યભરના અરજદારો પાસેથી https:://gusdm.org.in પર ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં સરકારી નોકરીના નામે નાણાં પડાવવાનો ખેલ સામે આવતા ચકચાર મચી ગઇ હતી. આ પછી જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર પરથી સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં પાટણના ચાર શખ્સો સંડોવાયેલા હોવાની માહિતી બહાર આવતા ચારેયની અટકાયત કરાઇ છે. આ 4 આરોપી પોતે કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટરવેરના જાણકાર હોવાથી આ છેતરપીંડીનો પ્લાન તેમને ઘડ્યો હતો. ગાંધીનગર પોલીસે ધરપકડ કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશી અને હિતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી છે.

બ્રેકિંગ@પાટણ: નોકરીની ખોટી જાહેરાતથી પૈસા પડાવનારા આરોપીઓ ઝબ્બે
ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટમાં ભરતીના નામે ખોટી જાહેરાત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ MCA સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈટ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે. આરોપીઓએ પૈસા કમાવવાના ઉદ્દેશથી ENDURANCE I DOMAINS TECHNOLOGY LLP,MUMBAI પાસેથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ http;//www.gusdm.org.બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ GUSDMના નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું.

ખોટી જાહેરાતમાં અત્યાર સુધી 300થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

આરોપીઓએ બનાવટી હોમપેજ પર ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામે ભરતી માટે જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં જાહેરાતનું ફોર્મ અને 300 રૂપિયા ફી ભરવા અંગેની માહિતી અને ICICI બેન્કના એકાઉન્ટનો નંબર મૂકવામાં આવ્યો હતો. આ બનાવટી જાહેરાત જોઈને 300થી વધુ ઉમેદવારોએ ભરતી માટેની 55,000 રૂપિયાથી વધુની ફી બેંકના ખાતામાં ભરી દીધી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાટણમાં આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. આ મામલે ગાંધીનગર LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બનાવતી દસ્તાવેજોના આધારે યુવાનો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.