બ્રેકિંગ@પાટણ: વીરમાયા સંસ્થાની નોંધણીનો વિવાદ, સાંસદ સોલંકીની ખોટી સહી કરી, શિક્ષક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણની પ્રખ્યાત વીરમાયા પવિત્ર જગ્યાને સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી ખાતમુહૂર્ત કર્યા દરમ્યાન સંસ્થાઓની નોંધણી બાબતે ચોંકાવનારો ઘટનાક્રમ થયો હોવાનું સામે આવ્યું છે. લોકસભા સાંસદ કિરીટ સોલંકીના નામની ખોટી સહી કરી ટ્રસ્ટની નોંધણી સામે વાંધો રજૂ કર્યો હતો. આ પછી વીરમાયા સંલગ્ન બે સંસ્થાની નોંધણી
 
બ્રેકિંગ@પાટણ: વીરમાયા સંસ્થાની નોંધણીનો વિવાદ, સાંસદ સોલંકીની ખોટી સહી કરી, શિક્ષક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણની પ્રખ્યાત વીરમાયા પવિત્ર જગ્યાને સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી ખાતમુહૂર્ત કર્યા દરમ્યાન સંસ્થાઓની નોંધણી બાબતે ચોંકાવનારો ઘટનાક્રમ થયો હોવાનું સામે આવ્યું છે. લોકસભા સાંસદ કિરીટ સોલંકીના નામની ખોટી સહી કરી ટ્રસ્ટની નોંધણી સામે વાંધો રજૂ કર્યો હતો. આ પછી વીરમાયા સંલગ્ન બે સંસ્થાની નોંધણી વિલંબમાં મૂકાઇ હતી. જોકે વાંધો રજૂ કરનાર શિક્ષકે આખરે પોતાનો વાંધો પરત લીધો હતો. જોકે તેમાં પણ ખોટી સહી હોઈ સમગ્ર મામલે અમદાવાદના નિવૃત્ત વ્યક્તિએ આખરે પાટણ વણકર સમાજના અગ્રણી ધિરજ સોલંકી વિરુદ્ધ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કિરીટ સોલંકીની પ્રતિષ્ઠાને નુકસાન કર્યાનો તેમજ છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: વીરમાયા સંસ્થાની નોંધણીનો વિવાદ, સાંસદ સોલંકીની ખોટી સહી કરી, શિક્ષક સામે FIR

પાટણ શહેરમાં આવેલી વીર મેઘમાયા ટેકરી આસ્થાનું મોટું કેન્દ્ર છે. બલિદાન આપનાર વીર મેઘમાયાની જગ્યાને ભવ્ય બનાવવા રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. વીરમાયાની જગ્યાનો વિકાસ અને તેના રખરખાવ સંબંધિત ગત દિવસોમાં એક નવીન ટ્રસ્ટની સ્થાપના કરી નોંધણી કરવા દોડધામ થઇ હતી. અમદાવાદ લોકસભા બેઠકના સાંસદ કિરીટ સોલંકીના ચેરમેન પદ તરીકે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જોકે તેની નોંધણી થાય તે પહેલાં જ પાટણના ધિરજ ખેંગારભાઇ સોલંકી નામના વ્યક્તિએ લેટરપેડનો ઉપયોગ કરી વાંધો રજૂ કર્યો હતો.

બ્રેકિંગ@પાટણ: વીરમાયા સંસ્થાની નોંધણીનો વિવાદ, સાંસદ સોલંકીની ખોટી સહી કરી, શિક્ષક સામે FIR

જેમાં વીર મેઘમાયા નામે કોઈપણ ટ્રસ્ટની નોંધણી નહિ કરવા સાંસદ કિરીટ સોલંકી તેમજ અમદાવાદના નિવૃત્ત કર્મચારી ધનજીભાઈ પરમારની સહી કરી હતી. આ તરફ સાંસદ કિરીટ સોલંકીના ચેરમેન પદવાળા ટ્રસ્ટની નોંધણી નહિ થતાં તપાસ કરી હતી. જેમાં પોતાના નામે જ વાંધો રજૂ થયો હોવાનું જાણી ચોંકી ગયા હતા. પાટણની ગુરૂકુળ શાળાના શિક્ષક ધિરજ સોલંકીએ ખોટી સહી કરી ટ્રસ્ટની નોંધણી સામે વાંધો આપ્યો હોવાનું જાણતાં ચકચાર મચી ગઈ હતી.

બ્રેકિંગ@પાટણ: વીરમાયા સંસ્થાની નોંધણીનો વિવાદ, સાંસદ સોલંકીની ખોટી સહી કરી, શિક્ષક સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં આગાઉ વીર મેઘમાયા માટે વણકર સમાજની સંસ્થા કાર્યરત હતી. આ પછી ખુદ રાજ્ય સરકારે વીર મેઘમાયા જગ્યાને વૈશ્વિક ઓળખ આપવા વિકાસ કરવા નક્કી કર્યું હતું. આથી ટ્રસ્ટની નોંધણી કરવા સાંસદ કિરીટ સોલંકી અને બીજી તરફ અન્ય એક સંસ્થાની રજૂઆત આવી હતી. પાટણ ચેરીટી કમિશ્નરની કચેરી સમક્ષ એક વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને બીજી વીર મેઘમાયા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટની નોંધણી માટે અરજી આવી હતી. આ બંનેની નોંધણી ના થાય તે માટે ધિરજ સોલંકીએ વીરમાયા સ્મારક સમિતિના નામે વાંધો રજૂ કર્યો હતો. આથી ચેરીટી કમિશ્નરની કચેરીમાં તકરારી કેસ ઉભો થયો હતો. જેમાં વાંધો રજૂ કરતી વખતે અને પરત લેતાં દરમિયાન ધિરજ સોલંકીએ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી અને ધનજીભાઈ પરમારની ખોટી સહી કરી હોવાનું સામે આવ્યુ હતુ. આથી કિરીટ સોલંકીના ટ્રસ્ટ સાથે જોડાયેલા ધનજીભાઈ પરમારે આખરે એ ડીવીઝન પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત અને બદનામી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

કોણ છે ધિરજ સોલંકી ?

પાટણની ગુરૂકુળ શાળાના શિક્ષક ધિરજ ખેંગારભાઇ સોલંકી વણકર સમાજના આગેવાન ગણાય છે. વીરમાયા પવિત્ર જગ્યા માટે સમાજના નાતે જોડાયેલા છે. આ સાથે પાટણ પાલિકામાં તેમના પત્ની કોર્પોરેટ પણ રહી ચૂક્યા છે. સરકારે તાજેતરમાં કરોડોની ગ્રાન્ટ મંજૂર કરી વીર મેઘમાયાનો વિકાસ કરવા નક્કી કર્યું ત્યારે સંસ્થાની નોંધણી બાબતે સાંસદ કિરીટ સોલંકી અને ધિરજ સોલંકી વચ્ચે વિવાદ બનતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

હવે વીર મેઘમાયાનો વહીવટી કોને મળી શકે ?

તાજેતરમાં વીર મેઘમાયા જગ્યાને ભવ્ય બનાવવા સરકારે ખાતમુહૂર્ત કર્યું છે. આ તરફ હાલની સ્થિતિએ ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ચેરમેન પદ ધરાવતી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરની નોંધણી થઈ ગઈ છે. આથી સંપૂર્ણ બાંધકામ થયા બાદ વીર મેઘમાયા ટેકરી સહિતની જગ્યાનો વહીવટ કિરીટ સોલંકીની આ સંસ્થાને મળી શકે તેવી શક્યતા છે.