બ્રેકિંગ@પાટણ: વહેલી પરોઢથી ધોધમાર વરસાદ, 4 કલાકમાં 2 ઈંચ

અટલ સમાચાર, પાટણ પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘમહેર શરૂ થતાં ગણતરીના કલાકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચાર કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ચાર કલાકથી એકધારો અને હવામાન જોતાં અનેક શાળાઓમાં રજા જાહેર કરી છે. વહેલી સવારે શહેરના માર્ગો અને હાઇવે પર વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો છે.
 
બ્રેકિંગ@પાટણ: વહેલી પરોઢથી ધોધમાર વરસાદ, 4 કલાકમાં 2 ઈંચ

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘમહેર શરૂ થતાં ગણતરીના કલાકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચાર કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ચાર કલાકથી એકધારો અને હવામાન જોતાં અનેક શાળાઓમાં રજા જાહેર કરી છે. વહેલી સવારે શહેરના માર્ગો અને હાઇવે પર વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો છે.

બ્રેકિંગ@પાટણ: વહેલી પરોઢથી ધોધમાર વરસાદ, 4 કલાકમાં 2 ઈંચ

પાટણ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રેથી વરસાદી માહોલ બન્યો છે. જેમાં શનિવારે પરોઢથી એકધારો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આઠ વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં પાણી ભરાઇ રહેવા સાથે ગાયત્રી મંદિર રોડ, લીલીવાડીથી શહેરનો આંતરિક માર્ગ, પદ્મનાભથી જલારામ મંદિર, જનતા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયા છે. આનાથી વાહનવ્યવહાર અસરગ્રસ્ત થતાં વેપારી, ધંધાર્થી અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

બ્રેકિંગ@પાટણ: વહેલી પરોઢથી ધોધમાર વરસાદ, 4 કલાકમાં 2 ઈંચ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે પરંતુ શનિવારે પરોઢે પાટણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. આવી સ્થિતિમાં નજીકના ગામોએ ખેતરોમાં ઉભો પાક અસરગ્રસ્ત બન્યો છે. ખેડૂતોને પાક નિષ્ફળની બીક ઉભી થતાં ફેર વાવેતર કરવાની નોબત આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ નવરાત્રી દરમિયાન પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના હોઇ વહીવટી તંત્ર સાબદું બન્યું છે.