બ્રેકિંગ@પાટણ: શંકાસ્પદ બદલીવાળા 27 શિક્ષકોની કાલે રૂબરૂ સુનાવણી, ગંભીર ફરીયાદ બાદ કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં પૂર્વ DPEO દ્રારા થયેલા હુકમો વિરૂધ્ધ રજૂઆતો બાદ કાર્યવાહી મજબૂત રીતે યથાવત હોવાનું સામે આવ્યુ છે. 70થી વધુ શિક્ષકોની બદલી રદ્દ કર્યા બાદ આંકડો હજુ પણ વધી શકે તેવી સંભાવના જોતાં ખળભળાટ મચી ગયો છે. સાંતલપુરના સામાજીક આગેવાન અણદુભા જાડેજાએ કરેલી રજૂઆત સંદર્ભે સામૂહીક તેડુ
 
બ્રેકિંગ@પાટણ: શંકાસ્પદ બદલીવાળા 27 શિક્ષકોની કાલે રૂબરૂ સુનાવણી, ગંભીર ફરીયાદ બાદ કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં પૂર્વ DPEO દ્રારા થયેલા હુકમો વિરૂધ્ધ રજૂઆતો બાદ કાર્યવાહી મજબૂત રીતે યથાવત હોવાનું સામે આવ્યુ છે. 70થી વધુ શિક્ષકોની બદલી રદ્દ કર્યા બાદ આંકડો હજુ પણ વધી શકે તેવી સંભાવના જોતાં ખળભળાટ મચી ગયો છે. સાંતલપુરના સામાજીક આગેવાન અણદુભા જાડેજાએ કરેલી રજૂઆત સંદર્ભે સામૂહીક તેડુ ગોઠવવામાં આવ્યુ છે. ગંભીર પ્રકારની ફરીયાદવાળા 22 સહિત કુલ 27 શિક્ષકોને આવતીકાલે પાટણ ખાતે રૂબરૂ સુનાવણીમાં હાજર થવા આદેશ થયો છે. વધ-ઘટના કેમ્પમાં ગેરરીતિ હોવાનું બતાવવા માટે રીમાર્કસમાં ચોંકાવનારા આક્ષેપનું વર્ણન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: શંકાસ્પદ બદલીવાળા 27 શિક્ષકોની કાલે રૂબરૂ સુનાવણી, ગંભીર ફરીયાદ બાદ કાર્યવાહી

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અને નિયામકની કચેરી દ્રારા તાજેતરમાં થયેલી તપાસને પગલે 70થી વધુ શિક્ષકોની બદલીઓમાં ગેરરીતિ થયાનું સામે આવ્યુ છે. ગેરરીતિ કરનાર કૌભાંડીઓ સામે પગલાં લેવાય તે પહેલાં હજુ વધુ બદલીઓ રડારમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાંતલપુર તાલુકાના સામાજીક આગેવાન અણદુભા જાડેજાએ અગાઉ કુલ 22 શિક્ષકોની બદલીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હોવાની કેટલાક શિક્ષકોની સહીઓ સાથે રજૂઆત કરી હતી. જેમાં સરસ્વતી, સમી, સાંતલપુર, ચાણસ્મા, સિધ્ધપુર અને રાધનપુર તાલુકાના 7 શિક્ષકો અને 15 શિક્ષિકાઓની બદલી વિરૂધ્ધ ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બદલીઓ ભલામણથી, વધ ન હોવા છતાં વધ બતાવી, બદલી કેમ્પમાં જગ્યા ન બતાવી સહિતના કારણો રીમાર્કસમાં આક્ષેપ તરીકે દર્શાવ્યા છે.

બ્રેકિંગ@પાટણ: શંકાસ્પદ બદલીવાળા 27 શિક્ષકોની કાલે રૂબરૂ સુનાવણી, ગંભીર ફરીયાદ બાદ કાર્યવાહી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગત 21 જૂલાઇની ચોંકાવનારી અને ગંભીર રજૂઆતને પગલે આવતીકાલે પાટણ DPEO કચેરી ખાતે શિક્ષકોને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. રજૂઆતના 22 અને તે સિવાયના 5 સહિત કુલ 27 શિક્ષકોને સાંભળ્યાં બાદ બદલીના હુકમો સહિતના કાગળોનો અભ્યાસ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાને અંતે જો કોઇ ગેરરીતિ માલૂમ પડશે તો બદલી રદ્દ થઇ શકે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં પાટણ જીલ્લામાં હજુ પણ શિક્ષકોની બદલીઓને લઇ લટકતી તલાવર હોવાનું સામે આવ્યુ છે.

બ્રેકિંગ@પાટણ: શંકાસ્પદ બદલીવાળા 27 શિક્ષકોની કાલે રૂબરૂ સુનાવણી, ગંભીર ફરીયાદ બાદ કાર્યવાહી