બ્રેકિંગ@પાટણ: લોકલ સંક્રમણ બેફાટ, સાંજે 4 દર્દી વધતાં આંકડો 200 નજીક

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર, દિવ્યાંગ જોશી) પાટણ શહેર અને જિલ્લામાં લોકલ સંક્રમણ હવે બેકાબૂ બની ગયું છે. દિવસમાં ઉપરા છાપરી કેસ આવતાં કુલ આંકડો 199 થઈ ગયો છે. આજે દિવસમાં કુલ 20 કેસ ખુલતા ચકચાર ફેલાઇ ગઇ છે. ચેપનો રાફડો અનિશ્ચિત અને અમર્યાદ તરફ જતો હોઇ આરોગ્ય આલમમાં ખળભળાટ મચ્યો છે. આજે ઉત્તર ગુજરાતના
 
બ્રેકિંગ@પાટણ: લોકલ સંક્રમણ બેફાટ, સાંજે 4 દર્દી વધતાં આંકડો 200 નજીક

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર, દિવ્યાંગ જોશી)

પાટણ શહેર અને જિલ્લામાં લોકલ સંક્રમણ હવે બેકાબૂ બની ગયું છે. દિવસમાં ઉપરા છાપરી કેસ આવતાં કુલ આંકડો 199 થઈ ગયો છે. આજે દિવસમાં કુલ 20 કેસ ખુલતા ચકચાર ફેલાઇ ગઇ છે. ચેપનો રાફડો અનિશ્ચિત અને અમર્યાદ તરફ જતો હોઇ આરોગ્ય આલમમાં ખળભળાટ મચ્યો છે.

બ્રેકિંગ@પાટણ: લોકલ સંક્રમણ બેફાટ, સાંજે 4 દર્દી વધતાં આંકડો 200 નજીક

આજે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યાનો મોટો ભૂકંપ આવ્યો છે. સવારે બે કેસ, બપોરે 14 જ્યારે સાંજે વધુ 4 કેસ દાખલ થતાં એક જ દિવસમાં 20 દર્દી પોઝીટીવ આવ્યા છે. સૌથી વધુ પાટણ શહેર, ત્યારબાદ સિધ્ધપુર અને રાધનપુરમાં દર્દીનો ખુલાસો થયો છે. સાંજે આવેલા 4 દર્દીની વિગતો ચોંકાવનારી બની છે. જેમાં રાધનપુરની 11 વર્ષની કિશોરી જ્યારે પાટણનો 26 વર્ષનો યુવાન પણ કોરોના વાયરસનો દર્દી બન્યો છે. આ સાથે સરસ્વતી તાલુકાના 78 વર્ષના વૃધ્ધ અને સિધ્ધપુર તાલુકાના 82 વર્ષના માજી કોરોના પોઝીટીવ આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકલ સંક્રમણ અને અમદાવાદ કે અન્ય ટ્રાવેલ હિસ્ટ્રીને કારણે કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આવી સ્થિતિમાં પાટણ જિલ્લામાં કોરોનાના કુલ દર્દી હવે 200 તરફ છે. આજે 20 કેસને પગલે કુલ 199 દર્દી કોરોના પોઝીટીવ નોંધાઈ ગયા છે. ચેપ અદ્રશ્ય સ્વરૂપે અત્યંત તીવ્ર ગતિએ આગળ વધતું હોઇ કોરોના દર્દી પાટણ જિલ્લામાં 200 પાર થઈ જાય તેવો ભય પેઠો છે.