બ્રેકિંગ@પાટણ: ધારપુર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે નવા 60 બેડની વ્યવસ્થા કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે હવે ધારપુરમાં ઉપલબ્ધ બેડ સિવાય વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની સ્થિતિએ પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે 160 બેડની વ્યવસ્થા છે. જોકે હવે કોરોનાની સ્થિતિ પારખીને હવે 60બેડની વ્યવસ્થા દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ઉભી કરવામાં આવી છે.
 
બ્રેકિંગ@પાટણ: ધારપુર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે નવા 60 બેડની વ્યવસ્થા કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે હવે ધારપુરમાં ઉપલબ્ધ બેડ સિવાય વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની સ્થિતિએ પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે 160 બેડની વ્યવસ્થા છે. જોકે હવે કોરોનાની સ્થિતિ પારખીને હવે 60બેડની વ્યવસ્થા દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ઉભી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણમાં છેલ્લા પાંચેક દિવસથી સતત 100 ઉપર કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. કોવિડ-19ના દર્દીઓની વધી રહેલ સંખ્યાને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા આવશ્યક સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર ખાતે અત્યારે ઉપલબ્ધ 160 બેડ સિવાય વધારના 60 બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ઉભી કરવામાં આવી છે. જ્યાં કોરોનાના દર્દીઓને જરૂરિયાત હોય તો ઓક્સિજન પણ મળી રહેશે. અહિ કોરોનાના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ@પાટણ: ધારપુર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે નવા 60 બેડની વ્યવસ્થા કરાઇ
File Photo

સૂત્રોએ જણાવ્યુ઼ હતુ કે, પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે 160બેડની વ્યવસ્થા છે. એ સાથે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં 30 બેડમાં ઓક્સિજન અને આઈસીયુ સુવિધા સાથે કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અને વહીવટી તંત્ર દ્રારા પાટણ જિલ્લામાં વધી રહેલ કોવિડ-19ના કેસને ધ્યાને રાખીને સૌ નાગરિકો તકેદારી રાખે એવી ખાસ અપીલ કરવામાં આવી છે. આ સાથે કોઈપણ વ્યક્તિએ આવશ્યક કારણ વગર બહાર નીકળવું નહિ અને સરકારની માર્ગદર્શિકા તથા જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સ્વયંભૂ પાલન કરીને પોતાને તથા પોતાના પરિવારને કોરોના જેવી મહામારીથી બચાવવી જોઈએ તેવી પણ અપીલ કરી છે.