બ્રેકિંગ@પાટણ: બીએડનું પેપર જોઇ ચોંક્યાં, શિક્ષણના વિદ્યાર્થીઓને મેડીકલના પ્રશ્નો પુછ્યાં

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં આજે બી.એડ Sem-4નું ત્રીજુ઼ પેપર હતુ. જેમાં વિદ્યાર્થીઓ અગાઉના બે પેપરમાં ભારે પ્રશ્નો જોઇ જવાબ આપવામાં ચિંતિત બન્યા હતા. જ્યારે આજે સંકલિત શાળાનું નિર્માણ નામના પેપરમાં પ્રશ્નો જોઇ ચોંકી ઉઠ્યા હતા. બી.એડ એટલે કે બેચરલ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આજે અનેક સવાલો મેડીકલ લગત
 
બ્રેકિંગ@પાટણ: બીએડનું પેપર જોઇ ચોંક્યાં, શિક્ષણના વિદ્યાર્થીઓને મેડીકલના પ્રશ્નો પુછ્યાં

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) 

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં આજે બી.એડ Sem-4નું ત્રીજુ઼ પેપર હતુ. જેમાં વિદ્યાર્થીઓ અગાઉના બે પેપરમાં ભારે પ્રશ્નો જોઇ જવાબ આપવામાં ચિંતિત બન્યા હતા. જ્યારે આજે સંકલિત શાળાનું નિર્માણ નામના પેપરમાં પ્રશ્નો જોઇ ચોંકી ઉઠ્યા હતા. બી.એડ એટલે કે બેચરલ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આજે અનેક સવાલો મેડીકલ લગત પુછવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. પેપર આપી અનેક પરીક્ષાર્થીઓ રીતસર માયુસ બની ગયા હતા. જે અંગે યુનિવર્સિટીના કારોબારી સદસ્ય દ્રારા ઘટતું કરાવવા મથામણ શરૂ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: બીએડનું પેપર જોઇ ચોંક્યાં, શિક્ષણના વિદ્યાર્થીઓને મેડીકલના પ્રશ્નો પુછ્યાં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા હાલમાં કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આજે બી.એડ Sem-4ના ત્રીજા પ્રશ્નપત્રમાં સરેરાશ છ હજાર વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાએ પરીક્ષા આપી હતી. સંકલિત શાળાનું નિર્માણ નામના પેપરમાં ઓનલાઇન પ્રશ્નો જોઇ વિદ્યાર્થીઓ ગોથે ચડ્યાં હતા.

બ્રેકિંગ@પાટણ: બીએડનું પેપર જોઇ ચોંક્યાં, શિક્ષણના વિદ્યાર્થીઓને મેડીકલના પ્રશ્નો પુછ્યાં

પેપરમાં અનેક સવાલો મેડીકલ લાઇનને સંબંધિત પુછવામાં આવ્યા હતા. જેનાથી સિલેબસ બહારના પ્રશ્નો હોવાથી ચર્ચા વચ્ચે મામલો અત્યંત ગરમાયો છે. પરીક્ષાના સત્તાધિશો દ્રારા બ્રેઇનલીપી, કાઇલોગ્રામ, શારીરિક અને માનસિક એનર્જી સહિતને સંબંધિત સવાલો પુછવામાં આવ્યા હતા.

બ્રેકિંગ@પાટણ: બીએડનું પેપર જોઇ ચોંક્યાં, શિક્ષણના વિદ્યાર્થીઓને મેડીકલના પ્રશ્નો પુછ્યાં

સમગ્ર મામલે વિદ્યાર્થી આલમમાં બી.એડનું ત્રીજુ પ્રશ્નપત્ર ચકચાર મચાવી રહ્યુ છે ત્યારે મામલો યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. આથી યુનિવર્સિટીની કારોબારી સમિતિના સભ્ય હરેશ ચૌધરીએ વાઇસ ચાન્સેલરને ધ્યાન દોર્યુ છે. જેમાં વિદ્યાર્થીઓને માટે હકારાત્મક વલણ કરવાના ભાગરૂપે અનેક વિકલ્પો ઉપર મંથન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ફરીથી પેપર લેવું કે ગ્રેસિંગમાં રાહત આપવી કે કેમ ? તે સહિતની બાબતે નિયમોનુસાર લેવાઇ શકે તેવા નિર્ણયો ઉપર વિચાર-વિમર્શ શરૂ થયા છે.