બ્રેકિંગ@પાટણ: ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓને 99.99 % મળ્યાં, શંકા છતાં તપાસ અશક્ય

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા કોરોનાકાળની શરૂઆતમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. આ પછી જાહેર થયેલાં પરિણામોમાં કેટલાંક વિદ્યાર્થીઓને 99.99 % આવ્યા હોઇ આશંકા બની હતી. ભાષાના વિષયમાં પણ 100 % ગુણ અપાયા છે. આથી કેટલીક માર્કશીટનો અભ્યાસ કરી યુનિવર્સિટી સંલગ્ન મારફત વાત વાઇસ ચાન્સેલર સુધી પહોંચી હતી. આથી વીસી જે.જે.વોરાને
 
બ્રેકિંગ@પાટણ: ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓને 99.99 % મળ્યાં, શંકા છતાં તપાસ અશક્ય

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા કોરોનાકાળની શરૂઆતમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. આ પછી જાહેર થયેલાં પરિણામોમાં કેટલાંક વિદ્યાર્થીઓને 99.99 % આવ્યા હોઇ આશંકા બની હતી. ભાષાના વિષયમાં પણ 100 % ગુણ અપાયા છે. આથી કેટલીક માર્કશીટનો અભ્યાસ કરી યુનિવર્સિટી સંલગ્ન મારફત વાત વાઇસ ચાન્સેલર સુધી પહોંચી હતી. આથી વીસી જે.જે.વોરાને પુછતાં જણાવ્યું હતુ કે, વિગત ધ્યાને આવતાં ટેક્નિકલ એક્સપર્ટને પુછ્યું હતુ. જેમાં તપાસ શક્ય ન હોઇ મોટાભાગની પરીક્ષા ઓફલાઇન કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા ત્રણેક માસ અગાઉ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. કોરોના મહામારી હોઇ યુનિવર્સિટીએ આર્ટસ અને સાયન્સ સહિતના અનેક ફેકલ્ટીની ઓનલાઇન પરીક્ષા લઇ પરિણામ જાહેર કર્યા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓને 7માંથી 5 વિષયમાં 100 ટકા માર્કસ આવ્યાં હોવાનું જણાઇ આવ્યું હતુ. આ પ્રકારની કેટલીક માર્કશીટનો અભ્યાસ કરી શંકાસ્પદ સ્થિતિ જણાતાં વાત વાઇસ ચાન્સેલર સુધી પહોંચી હતી. ઓનલાઇન પરીક્ષા અને તે પછીના પરિણામ વિગતો જોઇ વીસી જે.જે.વોરાએ ટેક્નિકલ એક્સપર્ટને બોલાવ્યાં હતા.

સમગ્ર મામલે વીસી જે.જે.વોરાએ જણાવ્યું હતુ કે, શંકાસ્પદ માર્કશીટ અંગે વાત ધ્યાને આવ્યા બાદ ઓનલાઇન પરીક્ષા સંબંધિત ટેક્નિકલ કર્મચારીને સુચના આપી હતી. જોકે તેમાં તપાસ અશક્ય હોઇ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી પરીક્ષા અને તેના પરિણામ વધુને વધુ પારદર્શક કરવા તે પછીથી ઓનલાઇન પરીક્ષા મોટેભાગે રદ્દ કરીને ઓફલાઇન કર્યુ છે. ઓનલાઇન પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓને ચોંકાવનારૂ પરિણામ મળ્યું હોઇ શૈક્ષણિક આલમ મારફત મામલો વીસી સુધી પહોંચ્યો જોકે તપાસ અશક્ય જણાતાં પડતું મુકાયું છે.