બ્રેકિંગ@પાટણ: 27 માંથી વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ, મોટાભાગે મહિલાઓ, મચી ગઇ દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી વહીવટ ગેરરીતિનો તબક્કાવાર ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. વિવાદાસ્પદ 27 કેસની રૂબરૂ સુનાવણીને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 શિક્ષકો માંથી પણ મોટેભાગે મહિલાઓ
 
બ્રેકિંગ@પાટણ: 27 માંથી વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ, મોટાભાગે મહિલાઓ, મચી ગઇ દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી વહીવટ ગેરરીતિનો તબક્કાવાર ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. વિવાદાસ્પદ 27 કેસની રૂબરૂ સુનાવણીને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 શિક્ષકો માંથી પણ મોટેભાગે મહિલાઓ હોવાનું સામે આવતાં દોડધામ મચી છે. 8 શિક્ષકોના બદલી યથાવત રાખવામાં આવતાં બીજી તરફ હાશકારો પણ થયો છે. બદલી તપાસ પૂર્ણ થતાં હવે જવાબદારી શોધવા સૌથી મોટી કવાયત હાથ ધરવાની થાય છે.

બ્રેકિંગ@પાટણ: 27 માંથી વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ, મોટાભાગે મહિલાઓ, મચી ગઇ દોડધામ

આ કેસ પૈકી બદલી રદ્દ👆

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અગાઉ થયેલી વિવાદાસ્પદ બદલીઓની તપાસ પૂર્ણ જાહેર થઈ છે. ગત દિવસે કુલ 27 કેસની રૂબરૂ સુનાવણી શરૂ કરતાં 5 કેસ અગાઉની તપાસમાં આવી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ પછી બાકીના 22 કેસ તપાસમાં આવતાં 8 શિક્ષકોની બદલી નિયમાનુસાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે 14 શિક્ષકોની બદલી ખોટી રીતે થઈ હોવાનું પકડાઇ જતાં તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. બદલી રદ્દ થયેલ કેસમાં મોટાભાગે શિક્ષિકાઓ હોઈ ચોંકાવનારી સ્થિતિ બની છે. ત્રીજા રાઉન્ડને અંતે સરેરાશ 85 શિક્ષકોની બદલી રદ્દ થતાં ખળભળાટ મચી ગયો છે. બદલીની તપાસ બાદ તંત્રને હવે જવાબદારો શોધવાની ફરજ પડી છે.

બ્રેકિંગ@પાટણ: 27 માંથી વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ, મોટાભાગે મહિલાઓ, મચી ગઇ દોડધામ

આ કેસ પૈકી બદલી રદ્દ👆

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉની રજૂઆત બાદ બદલી રદ્દ કરવાનો હુકમ થતાં મોટી ઈમ્પેક્ટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધી સરેરાશ 3 વર્ષ દરમ્યાનની આ બદલીઓ રદ્દ કરવામાં આવતાં અનેક પરિવારોને પણ અસર થઈ છે. હવે આગામી દિવસોમાં વધુ તપાસની દિશા જોતા કથિત નાણાંકીય લેતી દેતી અને કથિત ભલામણ સહિતની બાબતો પણ તપાસનો વિષય બની શકે છે. બદલીઓની તપાસ દરમ્યાન કેટલીક એવી બાબતો પણ બની હોવાની વાતો સામે આવી હોઇ વહીવટી પ્રક્રિયા અત્યંત ગંભીર સવાલો ઉભા કરી રહી છે.