બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર સસ્પેન્ડ, કારણ અકબંધ

અટલ સમાચાર, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરને આજે મળેલી બેઠકમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈંગ્લિશ વિભાગના મહિલા પ્રોફેસર હેતલ પટેલને ફરજ મોકૂફ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સસ્પેન્ડના કારણ અંગે કુલપતિ કે રજીસ્ટારે જણાવવાનું ટાળ્યું હોઇ કારણ અકબંધ રહ્યું છે. આવી સ્થિતિમાં મામલો અત્યંત ગંભીર અને રસપ્રદ બનતો જાય છે. પાટણ ખાતે
 
બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર સસ્પેન્ડ, કારણ અકબંધ

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરને આજે મળેલી બેઠકમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈંગ્લિશ વિભાગના મહિલા પ્રોફેસર હેતલ પટેલને ફરજ મોકૂફ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સસ્પેન્ડના કારણ અંગે કુલપતિ કે રજીસ્ટારે જણાવવાનું ટાળ્યું હોઇ કારણ અકબંધ રહ્યું છે. આવી સ્થિતિમાં મામલો અત્યંત ગંભીર અને રસપ્રદ બનતો જાય છે.

બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર સસ્પેન્ડ, કારણ અકબંધ

પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમા આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં એચઓડી ડોક્ટર આદેશપાલ અંગે હાઇકોર્ટના આદેશ બાદ નિર્ણય કરવાનું નક્કી થયું હતું. જોકે અંગ્રેજી વિભાગમાં ફરજ બજાવતા પ્રોફેસર હેતલ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ થયો છે. મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવાના કારણ અંગે તપાસ કરતાં કુલપતિ જે.જે વોરાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આ સાથે કઇ તપાસ હેઠળ સસ્પેન્ડ કર્યાનું પૂછતાં કુલપતિ વોરાએ અગાઉના ઇન્ચાર્જ કુલપતિને પુછવું પડે તેવું કહી વળાંક લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કારોબારી બેઠકમાં મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા હોવાની વાત છેક મોડી સાંજ સુધી જાહેર થઈ ન હતી. આ પછી નિર્ણય સામે આવતાં રજીસ્ટારે ફોન ના ઉપાડ્યો, એચઓડીનો ફોન સતત વ્યસ્ત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર હેતલ પટેલ અંગ્રેજી વિભાગના એચઓડી આદેશપાલ હેઠળ ફરજ બજાવતાં પ્રોફેસર છે અને તેમને શિક્ષણનો છેલ્લા 10 વર્ષનો અનુભવ છે.