બ્રેકિંગ@પાવાગઢ: ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રીમાં બંધ રહેશે મંદિર, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અનેક નિર્ણયો લેવામાં આવે છે. નવરાત્રીના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રહેવાનું છે તેવી જાહેરાત કરાઈ છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી
 
બ્રેકિંગ@પાવાગઢ: ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રીમાં બંધ રહેશે મંદિર, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અનેક નિર્ણયો લેવામાં આવે છે. નવરાત્રીના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રહેવાનું છે તેવી જાહેરાત કરાઈ છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આ નવરાત્રીએ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામા આવશે.