બ્રેકિંગ@રાધનપુર: પાલિકાના લેટરમાં કન્સલ્ટન્ટ સત્તાધિશ, વહીવટી શંકાસ્પદ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકા હેઠળના લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યો હતો. આ પછી કોઈ કારણસર લાભાર્થીએ સહાય પાછી આપવા મથામણ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સહાય પરત કરવાની વહીવટી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જેમાં પાલિકાના લેટર સહિતના ડોક્યુમેન્ટ અને તેના ઉપરની સહિ શંકાસ્પદ બની ગઇ છે. જેમાં ચીફ ઓફિસરની
 
બ્રેકિંગ@રાધનપુર: પાલિકાના લેટરમાં કન્સલ્ટન્ટ સત્તાધિશ, વહીવટી શંકાસ્પદ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકા હેઠળના લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યો હતો. આ પછી કોઈ કારણસર લાભાર્થીએ સહાય પાછી આપવા મથામણ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સહાય પરત કરવાની વહીવટી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જેમાં પાલિકાના લેટર સહિતના ડોક્યુમેન્ટ અને તેના ઉપરની સહિ શંકાસ્પદ બની ગઇ છે. જેમાં ચીફ ઓફિસરની ભૂમિકા પણ અનેક બાબતો ઉપર મંથન કરવા મજબૂર કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@રાધનપુર: પાલિકાના લેટરમાં કન્સલ્ટન્ટ સત્તાધિશ, વહીવટી શંકાસ્પદ

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાનો લેટર થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ દ્વારા ઉપયોગ થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીએ સહાય લેવાને બદલે આપવાની દોડધામ કરી હતી. આ દરમ્યાન સહાયનો પ્રથમ હપ્તો પરત કરવા અને લેવા મામલે ઉપયોગ કરેલ ડોક્યુમેન્ટ શંકાસ્પદ બની ગયા છે. ખાનગી કન્સલ્ટન્ટે રાધનપુર પાલિકાના લેટરનો ઉપયોગ કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. જેમાં માત્ર કન્સલ્ટન્ટ અને લાભાર્થીની સહી ચોંકાવી રહી છે.

બ્રેકિંગ@રાધનપુર: પાલિકાના લેટરમાં કન્સલ્ટન્ટ સત્તાધિશ, વહીવટી શંકાસ્પદ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લાભાર્થી કલ્પેશ બી.મકવાણાએ આવાસ યોજના પેટે મળેલ 30,000ની સહાય પરત કરવા ચીફ ઓફીસરથી માંડી નોડલ સહિતનાને અરજી કરી હોવાનો કાગળ સામે આવ્યો છે, જેમાં તારીખ નથી. ત્રણ કાગળો જોતાં સહાય પરત કરવાની અને પરત લેવાની વહીવટી કાર્યપધ્ધતિ શંકાસ્પદ અને ગેરમાર્ગે દોરતી હોવાના સવાલો ઉભા થયા છે. સૌથી મોટી વાત પાલિકાનો લેટરપેટ કન્સલ્ટન્ટે કેવા સંજોગોમાં ઉપયોગ કર્યો ? ચીફ ઓફીસરની ભુમિકા કેમ સવાલો વચ્ચે આવી ? આ બાબત મહત્વની બની છે.

બ્રેકિંગ@રાધનપુર: પાલિકાના લેટરમાં કન્સલ્ટન્ટ સત્તાધિશ, વહીવટી શંકાસ્પદ

ગાંધીનગર સ્થિત કન્સલ્ટન્ટ દ્રારા લેટરનો ઉપયોગ થયો છે: ખાનગી કર્મચારી

સમગ્ર મામલે કન્સલ્ટન્ટ એજન્સીના પાલિકામાં મુકેલા કર્મચારી જીવણભાઇનો જવાબ પણ ચોંકાવનારો આવ્યો છે. ગાંધીનગર સ્થિત કન્સલ્ટન્ટ દ્રારા લેટરનો ઉપયોગ થયો હોવાનું જણાવી ડીમાન્ડ ડ્રાફ્ટ મારફત રાધનપુર સ્ટેટ બેંકને નાણાં પરત લેવા જણાવ્યુ હોવાનું જીવણભાઇએ કહ્યુ હતુ. જોકે આ પછી રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફીસરને પુછતાં ઉડાઉ જવાબ આપી ફોન કટ કર્યો હતો.