બ્રેકિંગ@રાધનપુર: કર્મચારીની આત્મવિલોપનની ચિમકી, નોકરીમાં વિવાદી સ્થિતિ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકામાં કર્મચારીની ફરજને લઇ વારંવાર વિવાદ અને વળાંક આવી રહ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરને અચાનક મહિલા ચીફ ઓફીસરે સસ્પેન્ડ કરી દેતાં હડકંપ મચ્યો હતો. જોકે કર્મચારી સમગ્ર મામલે હાઇકોર્ટ જતાં સ્ટે ઓર્ડરના પગલે ફરજ ઉપર હાજર થયા હતા. આ તરફ કર્મચારી હાજર થતાં જ પાલિકામાં જવાબ સાંભળી હેરતઅંગેજ પરિસ્થિતિ ઉભી થઇ છે.
 
બ્રેકિંગ@રાધનપુર: કર્મચારીની આત્મવિલોપનની ચિમકી, નોકરીમાં વિવાદી સ્થિતિ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકામાં કર્મચારીની ફરજને લઇ વારંવાર વિવાદ અને વળાંક આવી રહ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરને અચાનક મહિલા ચીફ ઓફીસરે સસ્પેન્ડ કરી દેતાં હડકંપ મચ્યો હતો. જોકે કર્મચારી સમગ્ર મામલે હાઇકોર્ટ જતાં સ્ટે ઓર્ડરના પગલે ફરજ ઉપર હાજર થયા હતા. આ તરફ કર્મચારી હાજર થતાં જ પાલિકામાં જવાબ સાંભળી હેરતઅંગેજ પરિસ્થિતિ ઉભી થઇ છે. લીવ પીટીશન કરી હોવાનો આધાર આપી કર્મચારીને નોકરીથી દૂર રાખતાં વિવાદી સ્થિતિ બની છે. આથી કર્મચારીએ આત્મવિલોપનની ચિમકી આપી સીઓ વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@રાધનપુર: કર્મચારીની આત્મવિલોપનની ચિમકી, નોકરીમાં વિવાદી સ્થિતિ

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફીસરને સંબંધિત ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીને મહિલા ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડીયાતરે સસ્પેન્ડ કર્યા હતા. આથી સેનેટરી ઇન્સ્પેક્ટર હાઇકોર્ટમાં અરજી કરી સ્ટે ઓર્ડર મેળવી ગત 29 જૂને હાજર થયા હતા. જોકે આજે વિરોધાભાસી સ્થિતિ જોઇ પગતળે જમીન ખસી ગયાનો ઘાટ બન્યો છે. કર્મચારી વિરૂધ્ધ એલ.પી.એ દાખલ થઇ હોવાનું જણાવી ફરજથી દૂર રાખ્યા છે. આવી સ્થિતિમાં કર્મચારીએ તપાસ કરતાં છેવટે ચોંકાવનારી અરજી થઇ છે.

બ્રેકિંગ@રાધનપુર: કર્મચારીની આત્મવિલોપનની ચિમકી, નોકરીમાં વિવાદી સ્થિતિ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રશાંત સોનીએ નાયબ કલેક્ટરથી માંડી પાલિકાના પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરી આત્મવિલોપનની તૈયારી બતાવી છે. જેમાં લીવ પીટીશનનો નંબર ન હોવાથી ચીફ ઓફીસરના ત્રાસ અને અંગત અદાવતથી કંટાળી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી જો હાઇકોર્ટના હુકમનું 48 કલાકમાં અમલીકરણ નહિ થાય તો પ્રાંત ઓફીસરની કચેરીમાં અથવા તો પોતાના ઘરે આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી છે. વર્ષોજૂના કર્મચારી વિરૂધ્ધ વારંવાર પરિસ્થિતિ સર્જાતી હોઇ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.