બ્રેકિંગ@રાધનપુર: આરોગ્ય સમિતિ ચેરમેનના પતિના ઘેરથી દારૂ ઝડપાયો

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકામાં સભ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ સામે દારૂને લઇ ફરિયાદ દાખલ થઇ છે. નગરસેવિકાના ઘેર રાધનપુર પોલીસે બાતમી આધારે રેડ કરતાં હેવર્ડસ દારૂની બોટલ ઝડપાઇ હતી. કોંગી આગેવાન એવા મહિલાના પતિ ભુરાજી વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગત 28 નવેમ્બરે
 
બ્રેકિંગ@રાધનપુર: આરોગ્ય સમિતિ ચેરમેનના પતિના ઘેરથી દારૂ ઝડપાયો

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકામાં સભ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ સામે દારૂને લઇ ફરિયાદ દાખલ થઇ છે. નગરસેવિકાના ઘેર રાધનપુર પોલીસે બાતમી આધારે રેડ કરતાં હેવર્ડસ દારૂની બોટલ ઝડપાઇ હતી. કોંગી આગેવાન એવા મહિલાના પતિ ભુરાજી વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.

બ્રેકિંગ@રાધનપુર: આરોગ્ય સમિતિ ચેરમેનના પતિના ઘેરથી દારૂ ઝડપાયો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગત 28 નવેમ્બરે પોલીસે રેઈડ કરી હતી. રાધનપુર પાલિકામાં કોંગ્રેસના નગરસેવિકા કલીબેન ઠાકોરના પતિના ઘેર બાતમી આધારે તપાસ કરી હતી. રાધનપુર પોલીસ મહિલા સભ્યના ઘેર પહોંચી ત્યારે કોઈ હાજર ન હતું. જોકે તપાસ દરમ્યાન ઓસરી અને ઘર બહાર ગટરની અંદર છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 6984 કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ મહિલાના પતિ ભુરાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

બ્રેકિંગ@રાધનપુર: આરોગ્ય સમિતિ ચેરમેનના પતિના ઘેરથી દારૂ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પોલીસે રેઈડ કરી તે આરોપી હાલમાં રાધનપુર પાલિકામાં સભ્ય અને જાહેર આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ છે. રેઈડની જાણ થતાં રાધનપુર શહેરમાં રાજકીય સ્તરે ચકચાર મચી ગઇ છે. કોંગ્રેસના આગેવાન અને કોર્પોરેટ કલીબેન ઠાકોરના પતિ સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ દાખલ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.