બ્રેકિંગ@રાધનપુર: હાઇવે પર દર્દનાક અકસ્માત, પગ કપાઇને ફંગોળાયો

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે આજે સવારે રાધનપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. વહેલી સવારે ટ્રકની ટક્કરે એક્ટિવા સ્લિપ મારી ગયુ હતુ. જોકે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક્ટિવા ચાલકનો પગ કપાઇને ફંગોળાઇ ગયો હતો. આ તરફ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર
 
બ્રેકિંગ@રાધનપુર: હાઇવે પર દર્દનાક અકસ્માત, પગ કપાઇને ફંગોળાયો

અટલ સમાચાર, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે આજે સવારે રાધનપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. વહેલી સવારે ટ્રકની ટક્કરે એક્ટિવા સ્લિપ મારી ગયુ હતુ. જોકે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક્ટિવા ચાલકનો પગ કપાઇને ફંગોળાઇ ગયો હતો. આ તરફ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર-વારાહી હાઇવે પર કલ્યાણપુરા પાસે આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે 9 વાગ્યા દરમ્યાન હાઇવે પરથી પસાર થઇ રહેલા એક્ટિવા ચાલકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે એક્ટિવા સ્લિપ થતાં ચાલકનો પગ કપાઇને ફંગોળાઇ ગયો હતો. ઘટનામાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાહનચાલકો અને લોકોના ટોળાં એકઠા થયા હતા.

બ્રેકિંગ@રાધનપુર: હાઇવે પર દર્દનાક અકસ્માત, પગ કપાઇને ફંગોળાયો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે વાહન વ્યવહાર બેફામ બનતાં છાશવારે અકસ્માતની ઘટના સામે આવી છે. રાધનપુર-વારાહી હાઇવે માર્ગ પર આજે સવારે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.