બ્રેકિંગ@વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ખેડુતોને જીવમાં જીવ આવ્યો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. વરસાદને પગલે ખેડુતોના જીવમાં જીવ આવ્યો તેમજ ખેતવાડી તંત્ર ઘ્વારા હાલ પુરતો હાશકારો અનુભવાયો છે. વરસાદ સાથે પવનનું જોર વધારે હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. આ સાથે આકરી ગરમીથી રહીશોને હાશકારો થયો
 
બ્રેકિંગ@વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ખેડુતોને જીવમાં જીવ આવ્યો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. વરસાદને પગલે ખેડુતોના જીવમાં જીવ આવ્યો તેમજ ખેતવાડી તંત્ર ઘ્વારા હાલ પુરતો હાશકારો અનુભવાયો છે. વરસાદ સાથે પવનનું જોર વધારે હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. આ સાથે આકરી ગરમીથી રહીશોને હાશકારો થયો છે.

બ્રેકિંગ@વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ખેડુતોને જીવમાં જીવ આવ્યો

સરેરાશ એક મહિનાથી ઉત્તર ગુજરાતના ખેડુતો પાક સુકાવાની બીકમાં ભારે મુંઝવણ અનુભવી રહયા હતા. ખુબ રાહ જોવડાવ્યા બાદ શનિવારે વરસાદનું આગમન થતા ઉત્તર ગુજરાતના ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. આ સાથે જીલ્લા ખેતીવાડી તંત્રને પાક સુકાઇ જવાની ભિતી હાલ પુરતી ટળી ગઇ છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં મોટાભાગનો પાક વરસાદ વગર મુરઝાતો હોઇ અંતિમ સ્ટેજ ઉપર હતો. શનિવારના વરસાદના પગલે પાક બચી ગયો હોવાનુ માનવામાં આવી રહયુ છે.

શનિવારે વરસાદનું આગમન આખુ અઠવાડીયું મેઘમહેર કરાવે તેવી માન્યતા

ઉત્તર ગુજરાતમાં વરસાદના આગમનથી તમામ ચહેરા ઉપર ચમક આવી છે. શનિવારે વરસાદ આવ્યો હોવાથી આખુ અઠવાઠીયું મેઘમહેર થશે તેવી માન્યતાને પગલે ખેડુતો સહિતના નાગરિકો ખુશ થયા છે. શનિવારથી વરસાદ શરૂ થયો હોઇ ઉભા પાકોને લાંબા સમય સુધી ભેજ મળી રહે તેટલો વરસાદ પડવાની આશા બની છે.

બ્રેકિંગ@વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ખેડુતોને જીવમાં જીવ આવ્યો
મહેસાણાના શિલ્પા ગેરેજ પાસેના કલાસિક એમ્પાયર પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતુ.

મહેસાણાના મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી, બી.કે.રોડ, પરા વિસ્તાર, વિસનગર લિંક રોડ સહિતના વિસ્તારોમાં શનિવારે બપોર પછી ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ભારે પવન સાથે આવેલ વરસાદથી મહેસાણાના શિલ્પા ગેરેજ પાસેના કલાસિક એમ્પાયર પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જોકે કોઇ જાનહાની સર્જાઇ હતી.

બનાસકાંઠાના અંબાજી, પાલનપુર અને દાંતા પંથકમાં પણ ખેડુતોને રાહ જોવડાવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેડુતોને વરસાદ ખેંચાતા પાકનું વાવેતર કરી રાખ્યુ હતુ. જોકે લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદ આવતા ખેડુતો સહિત સામાન્ય જનતામાં ભારે ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.