બ્રેકિંગ@રાજ્યસભા: વિધાનસભામાં અલ્પેશ BJPના દંડકને મળતા તર્ક-વિતર્કો

અટલ સમાચાર, ગાંધીનગર રાજ્યસભા ચુંટણીનું મતદાન શરૂ થઇ ચુકયુ છે. ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મતદાન કરી દીધુ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ચિંતન શિબિર માટે પાલનપુર ગયા હતા અને બસ કાદવમાં ફસાઇ જવાના કારણે તેઓ ૧ર વાગ્યા આસપાસ વિધાનસભામાં પહોંચી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપના દંડક પંકજ દેસાઇને મળતા તર્ક-વિતર્કો સર્જાયા છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી
 
બ્રેકિંગ@રાજ્યસભા: વિધાનસભામાં અલ્પેશ BJPના દંડકને મળતા તર્ક-વિતર્કો

અટલ સમાચાર, ગાંધીનગર

રાજ્યસભા ચુંટણીનું મતદાન શરૂ થઇ ચુકયુ છે. ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મતદાન કરી દીધુ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ચિંતન શિબિર માટે પાલનપુર ગયા હતા અને બસ કાદવમાં ફસાઇ જવાના કારણે તેઓ ૧ર વાગ્યા આસપાસ વિધાનસભામાં પહોંચી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપના દંડક પંકજ દેસાઇને મળતા તર્ક-વિતર્કો સર્જાયા છે.

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં શુક્રવારે સવારે 9 થી બપોરે 4 વાગ્યા દરમિયાન મતદાન યોજાઇ રહ્યું છે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે જેના પગલે ધારાસભ્યોનાં સંખ્યાબળને જોતાં ભાજપ બંન્ને બેઠકો જીતી જશે. ચૂંટણી બાદમાં મતગણતરી શરૂ થશે અને આજે જ પરિણામની પણ જાણ થઇ જશે. મહત્વનું છે કે કોંગ્રેસનાં 3 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે તેની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હોવાનું જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકના તો બધા સાથે સબંધ હોય છે. જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યા નો દાવો કોગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે ? મહત્વનું છે કે આજે સવારે અલ્પેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મતદાન કર્યા પછી મીડિયા સાથે મહત્વની વાત કરશે.

કોંગ્રેસના બેચરાજીના ધારાસચ્ય ભરતજી ઠાકોર મતદાન કરીને ફટાફટ નીકળી ગયા હતાં. તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું. મહત્વનું છે કે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ,ધવલ ઝાલા અને ભરતજી ઠાકોર કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવારની વિરુદ્ધ મતદાન કરી શકે છે.