બ્રેકિંગ@સાબરકાંઠા: કન્ટેઇનમેન્ટ ઝોનની નિયમિત મુલાકાત લેતાં કલેક્ટરને કોરોના

અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે જીલ્લા કલેક્ટર જે.સી.પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરને કોરોના આવતાં તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જીલ્લા કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા
 
બ્રેકિંગ@સાબરકાંઠા: કન્ટેઇનમેન્ટ ઝોનની નિયમિત મુલાકાત લેતાં કલેક્ટરને કોરોના

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે જીલ્લા કલેક્ટર જે.સી.પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરને કોરોના આવતાં તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જીલ્લા કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લા કલેક્ટર સી.જે.પટેલ કોરોનાગ્રસ્ત બન્યા છે. કલેક્ટર જીલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોનની નિયમિત રૂબરૂ મુલાકાત લેતાં હોવાથી તેમને ત્યાંથી ચેપ લાગ્યો હોવાનું મનાઇ રહ્યુ છે. જોકે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં સરકારી બંગલામાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત કલેક્ટરના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે.

બ્રેકિંગ@સાબરકાંઠા: કન્ટેઇનમેન્ટ ઝોનની નિયમિત મુલાકાત લેતાં કલેક્ટરને કોરોના
અગાઉ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લેતાં કલેક્ટર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક અધીકારીઓ પણ સતત કલેક્ટરના સંપર્કમાં રહેવાથી ક્વોરનટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરનટાઈન કરાયા છે. આ સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનાં પત્ની અને પુત્ર પણ કોરોનાગ્રસ્ત થયા છે. થોડા દિવસ પહેલા કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર અને હોમ ક્વોરેન્ટાઈનમાં છે.