બ્રેકીંગ@સાંતલપુરઃ ઉચાપત સામે મહિલા સરપંચો વિરુદ્ધ ફરિયાદના આદેશ

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ત્રણ ગામોમાં નાણાપંચની રકમ બારોબાર ઉપાડી લેવાના મામલે સૌથી મોટો વળાંક આવ્યો છે. ઉચાપતની રકમ રિકવરી કરવાની મથામણના અંતે ખાસ સફળતા નહી મળતા તાલુકા પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં ત્રણેય ગ્રામ પંચાયતોના મહિલા સરપંચ અને તત્કાલિન તલાટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ થયો છે. એક ગ્રામ પંચાયતના મહિલા સરપંચે
 
બ્રેકીંગ@સાંતલપુરઃ ઉચાપત સામે મહિલા સરપંચો વિરુદ્ધ ફરિયાદના આદેશ

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ત્રણ ગામોમાં નાણાપંચની રકમ બારોબાર ઉપાડી લેવાના મામલે સૌથી મોટો વળાંક આવ્યો છે. ઉચાપતની રકમ રિકવરી કરવાની મથામણના અંતે ખાસ સફળતા નહી મળતા તાલુકા પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં ત્રણેય ગ્રામ પંચાયતોના મહિલા સરપંચ અને તત્કાલિન તલાટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ થયો છે. એક ગ્રામ પંચાયતના મહિલા સરપંચે રકમ જમા કરાવ્યા છતાં ફરિયાદ થવાની નોબત બની છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતના નાગરિકો માટે અત્યંત નિરાશાજનક ઘટના બની હતી. જેમાં તત્કાલિન તલાટી અને હાલના મહિલા સરપંચોના બેન્ક ખાતામાં જમા નાણાપંચની રકમ બારોબાર ઉઠાંતરી થઈ ગઈ હતી. જેની તપાસને અંતે રિકવરી કરવા તાલુકા પંચાયતે મથામણ કરી હતી. આ દરમિયાન ગઢા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પાંચ લાખથી વધુની રકમ જમા કરાવી દીધી છે. જ્યારે અન્ય બે સરપંચો અને તત્કાલીન તલાટીએ રકમ જમા કરાવી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે,ગ્રામ પંચાયતોના નાણા બારોબાર ઉચાપત થયાના અત્યાર સુધીના ઘટનાક્રમના અંતે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં ત્રણેય ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તત્કાલીન તલાટી સુરેશ રાવળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા ટીડીઓએ આદેશ કર્યો છે. ગઢા ગ્રામ પંચાયતના સરપંચે રકમ જમા કરાવ્યા છતા ફરિયાદનો સામનો કરવાની નોબત ઉભી થઈ શકે છે. ઘટનાને પગલે સાંતલપુર તાલુકા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.