બ્રેકિંગ@સાંતલપુર: ઉચાપતમાં તલાટી સસ્પેન્ડ, મહિલા સરપંચોને રાહત

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ત્રણ ગામોમાં નાણાપંચની રકમ બારોબાર ઉપાડી લેવાના મામલે વહીવટી કાર્યવાહી થઇ છે. ઉચાપતની રકમ રિકવરી કરવાની મથામણ દરમ્યાન ખાસ સફળતા નહી મળતા તત્કાલિન તલાટી સુરેશ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભુમિકા હોવાની પ્રબળ સંભાવના છતાં ત્રણેય મહિલા સરપંચોને વચગાળાની રાહત મળી ગઇ હોવાની સ્થિતિ ઉભી થઇ છે. જેના પગલે
 
બ્રેકિંગ@સાંતલપુર: ઉચાપતમાં તલાટી સસ્પેન્ડ, મહિલા સરપંચોને રાહત

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ત્રણ ગામોમાં નાણાપંચની રકમ બારોબાર ઉપાડી લેવાના મામલે વહીવટી કાર્યવાહી થઇ છે. ઉચાપતની રકમ રિકવરી કરવાની મથામણ દરમ્યાન ખાસ સફળતા નહી મળતા તત્કાલિન તલાટી સુરેશ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભુમિકા હોવાની પ્રબળ સંભાવના છતાં ત્રણેય મહિલા સરપંચોને વચગાળાની રાહત મળી ગઇ હોવાની સ્થિતિ ઉભી થઇ છે. જેના પગલે તાલુકા અને જીલ્લા પંચાયતના સત્તાધિશોનું વલણ સવાલો વચ્ચે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતના નાગરિકો માટે અત્યંત નિરાશાજનક ઘટના બની હતી. જેમાં તત્કાલિન તલાટી અને હાલના મહિલા સરપંચોએ બેન્ક ખાતામાં જમા નાણાપંચની રકમ બારોબાર ઉઠાવી લીધી હતી. જેની તપાસને અંતે રિકવરી કરવા તાલુકા પંચાયતે મથામણ કરી હતી. જોકે ગઢા સિવાય નાણાં નહિ મળતાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવાના આદેશની અમલવારી વિલંબમાં ગઇ છે. આ દરમ્યાન ગુરૂવારે તત્કાલિન તલાટીને સસ્પેન્ડ કરતા મામલો વધુ ઉગ્ર બની ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જીલ્લા વિકાસ અધિકારીએ તપાસમાં અનેક વિગતો મેળવી લીધી હોવા છતાં એકમાત્ર તલાટી વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં ચેકમાં સહિ કર્યા બાદ નાણાં ઉપડી ગયા હોવા છતાં મહિલા સરપંચોની ભુમિકા સામે કાર્યવાહી નીલ રહી છે. આ સાથે સરપંચો અને તલાટી વિરૂધ્ધ પોલીસ ફરીયાદના આદેશ છતાં એફઆઇઆર નથી. જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, સરપંચો વિરૂધ્ધની કાર્યવાહી અત્યંત લાંબી અને જટીલ હોવાથી હાલ પુરતું સ્થગિત છે.

તલાટીએ કહ્યું એકપક્ષીય કાર્યવાહીથી વ્યથિત

સમગ્ર મામલે સસ્પેન્ડ થયેલ તલાટી સુરેશ રાવળે જણાવ્યુ હતુ કે, જવાબદાર બંનેની સહિ હોવા છતાં એકપક્ષીય કાર્યવાહી થઇ છે. મને સસ્પેન્ડ કર્યા સામે સરપંચોની ભુમિકા નજરઅંદાજ કરી હોવાથી ઉચાપતની રકમ અને તેની સામે સત્તાધિશોનું વલણ મુંઝાવી રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે, સરપંચોએ ઉચાપતની રકમ મામલે કાર્યવાહીની સંભાવના જોઇ ભારે દોડધામ શરૂ કરી છે.