બ્રેકિંગ@સિધ્ધપુર: હાર્દિકની મુશ્કેલીમાં વધારો, ફરી પોલીસે કરી ધરપકડ

અટલ સમાચાર,પાટણ પાસ કન્વિનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હાર્દિક પટેલને ગુરુવારે સેન્ટ્રલ જેલમાંથી જામીન મળ્યા બાદ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે ધરપકડ કરી હતી. તો આજે માણસા કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તુરંત તેની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધપુરમાં પણ હાર્દિક પટેલે જાહેરનામાં ભંગનું ઉલ્લંઘન કર્યું હોવાથી
 
બ્રેકિંગ@સિધ્ધપુર: હાર્દિકની મુશ્કેલીમાં વધારો, ફરી પોલીસે કરી ધરપકડ

અટલ સમાચાર,પાટણ

પાસ કન્વિનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હાર્દિક પટેલને ગુરુવારે સેન્ટ્રલ જેલમાંથી જામીન મળ્યા બાદ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે ધરપકડ કરી હતી. તો આજે માણસા કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તુરંત તેની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધપુરમાં પણ હાર્દિક પટેલે જાહેરનામાં ભંગનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેની સામે ગુનો નોંધાયેલો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિધ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં વર્ષ-2017માં મંજૂરી વગર સભા કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સિધ્ધપુર પોલીસે તેની અટકાયત કરી છે. ગુરૂવારે મોડી સાંજે માણસા પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. અહીંથી તેને મુક્ત કરાતા પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ માણસા પોલીસે તેની અટકાયત કરી હતી. જોકે માણસા કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સિધ્ધપુર પોલીસે હાર્દિકની અટકાયત કરી છે.