આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સિદ્ધપુર

સરસ્વતી તાલુકાના રહીશે સિદ્ધપુર શહેરના તેના બનેવીને કોરોના વાયરસનો ચેપ લગાવ્યા બાદ સ્થિતિ ચિંતાજનક બની છે. ચેપનો ફેલાવો વધ્યો હોઇ તાલુકાના એકસાથે 55 ગામોમાં લોકડાઉન કડક થઇ ગયું છે. ગામમાં પ્રવેશ બંધ કરી અત્યંત જરૂરી કામ સિવાય ઘરમાં રહેવા આદેશ થયો છે. આ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા વધુ 13 વ્યક્તિના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. ગામડામાં કોરોના ઘૂસતો અટકાવવા યુદ્ધના ધોરણે મથામણ શરૂ થઈ છે.

પાટણ જિલ્લાના સરસ્વતી ગામના ભિલવણ સહિત અન્ય ગામોમાં પણ ખળભળાટ મચી ગયો છે. સૌપ્રથમ કોરોના પોઝીટીવ વ્યક્તિએ તેના બનેવીને પણ ચેપ લગાવ્યો છે. આથી સિદ્ધપુરના વ્યક્તિને ચાટાવાડા ગામે તબેલો હોઇ ત્યાં રોજ જવાનું હોઇ મજૂરોને પણ ચેપની સંભાવના છે. આ સાથે નેદરાના બે વ્યક્તિ પણ મુંબઈથી લુકમાન સાથે ભેગા આવ્યા હોઇ શંકાસ્પદ છે. જેના કારણે સિદ્ધપુર તાલુકાના ગામોમાં કોરોના વાયરસના કુલ શંકાસ્પદ પૈકી આજે 13 વ્યક્તિના સેમ્પલ લેવાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના શંકાસ્પદો વધી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા વહીવટીતંત્રના આદેશથી એકસાથે 55 ગામોમાંથી બહાર જવા અને અંદર જવા પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે દરેક ગામે એક કમિટી બનાવી અવરજવર તપાસવા જણાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન એકદમ કડક કરી ગામના પ્રવેશ દ્વાર પાસે બે વ્યક્તિને ગોઠવી દેવામાં આવ્યા છે. 19 ગામોમાં સેનિટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. શંકાસ્પદો ગામડામાં સામે આવ્યા બાદ તંત્ર યુદ્ધના ધોરણે કવાયતમાં લાગ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code