બ્રેકિંગ@સુઇગામ: ભ્રષ્ટાચારીઓના પાપે ફરી એકવાર કેનાલમાં 15 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારીઓના પાપે નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ યથાવત છે. પંથકની બેણપ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડાંથી સ્થાનિક ખેડૂતોને ભારે નુકશાનની ભિતિ સેવાઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટરોને સરકારી બાબુઓ સપોર્ટ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી
 
બ્રેકિંગ@સુઇગામ: ભ્રષ્ટાચારીઓના પાપે ફરી એકવાર કેનાલમાં 15 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારીઓના પાપે નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ યથાવત છે. પંથકની બેણપ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડાંથી સ્થાનિક ખેડૂતોને ભારે નુકશાનની ભિતિ સેવાઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટરોને સરકારી બાબુઓ સપોર્ટ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઇ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યુ છે. બેણપ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયાનું સામે આવ્યુ છે. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, આગામી 15 માર્ચે કેનાલ બંધ થવાની હોવાથી ખેડૂતોને ઘાસચારા માટે પાણી મળે તે પહેલા જ ગાબડું પડતાં મુશ્કેલી સર્જાઇ શકે છે. વહેલી સવારે પડેલા ગાબડાંથી સ્થાનિક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બ્રેકિંગ@સુઇગામ: ભ્રષ્ટાચારીઓના પાપે ફરી એકવાર કેનાલમાં 15 ફૂટનું ગાબડું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેનાલમાં ગાબડાં પડવાને લઇ ખેડૂતો દ્રારા વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે વહલે સવારે પડેલા ગાબડાંને લઇ સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંથકના ખેડૂતોમાં શું વારંવાર રજૂઆત કરવા છતાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી ? રજૂઆતોને અંતે આજદિન સુધી કેમ કોઇ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં નથી આવી ? તે સહિતના સવાલો ઉઠી રહ્યા છે.