બ્રેકિંગ@સુઇગામ: જીપ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠામાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે સુઇગામ-ભાભર હાઇવે પર જીપ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇકસવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેને લઇ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ
 
બ્રેકિંગ@સુઇગામ: જીપ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે સુઇગામ-ભાભર હાઇવે પર જીપ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇકસવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેને લઇ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાન બેણપ પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બેણપ ગામના ગંગારામ ભુરાભાઇ સુથાર પોતાનું મોટર સાઇકલ લઇ પસાર થતા હતા. આ દરમ્યાન તેમના બાઇક અને જીપ વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બાઇક ચાલક ગંગારામનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ. ગંગારામનું અકસ્માતે મોત થતા બે બાળકોએ પિતાના છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.