બ્રેકિંગ@સુરત: ઓક્સિજન બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ, 1નું મોત, 4 દાઝ્યા

અટલ સમાચાર,સુરત કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે સુરતના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમા એકાએક બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બ્લાસ્ટની ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર
 
બ્રેકિંગ@સુરત: ઓક્સિજન બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ, 1નું મોત, 4 દાઝ્યા

અટલ સમાચાર,સુરત

કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે સુરતના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમા એકાએક બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બ્લાસ્ટની ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડવામા આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાય માટેનું ગોડાઉન આવેલુ છે. આજે એકાએક ગોડાઉનમા ઓકિસજન બોટલમા બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોમા પણ અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ તથા ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યુ હત કે, ફાયરની ટીમ દ્વારા સૌ પ્રથમ બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત રીતે બહાર કાઢયા હતા. જ્યારે ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામા મળી આવ્યો હતો, જ્યારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસડવામા આવ્યા હતા. બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનોની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હ