બ્રેકીંગ@તલોદઃહરસોલ રોડની ફેક્ટરીમાં ભયંકર આગ,માલ-સામાન ભસ્મિભૂત

અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હરસોલ હાઈવે પરની એક ફેક્ટરીમાં ભીષણ આગ ભભકી ઉઠી છે. આ ભયંકર આગને લઈ હાઈવે માર્ગ પર ધૂમાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા છે. જોકે તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડી રહી છે. જ્યારે ફાયર ફાઈટર હજુ સુધી પહોંચી ન હોવાથી આગ વધી રહી છે. Video: પ્રાપ્ત માહિતી અનુસાર
 
બ્રેકીંગ@તલોદઃહરસોલ રોડની ફેક્ટરીમાં ભયંકર આગ,માલ-સામાન ભસ્મિભૂત

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હરસોલ હાઈવે પરની એક ફેક્ટરીમાં ભીષણ આગ ભભકી ઉઠી છે. આ ભયંકર આગને લઈ હાઈવે માર્ગ પર ધૂમાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા છે. જોકે તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડી રહી છે. જ્યારે ફાયર ફાઈટર હજુ સુધી પહોંચી ન હોવાથી આગ વધી રહી છે.

Video:

પ્રાપ્ત માહિતી અનુસાર હરસોલ-દહેગામ હાઈવે પરના ઉજેડીયા ગામ પાસે અનિતા પ્લાયવુડ નામની ફેક્ટરીમાં એકાએક કોઈ કારણોસર આગ સળગી ઉઠી છે. જોકે, ફેક્ટરીમાં કામ કરતા વર્કર, કારીગરો રિશેષનો સમય હોવાથી મોટી જાનહાની ટળી જવા પામી છે.

ફાયર ફાઈટરનો સંપર્ક સાધવા છતાં ઘટનાસ્થળે પહોંચી નથી. જેથી આગમાં ફેક્ટરીમાં રહેલ માલ-સામાન આગમાં ભસ્મીભૂત થઈ જતાં જાનમાલનુ ભારે નુકશાન ફેક્ટરી માલિકને પહોંચ્યું છે. જોકે, ફાયર ફાઈટર સ્થાનિક લોકો એકઠા થઈ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.