બ્રેકિંગ@થરાદ: વિદેશથી આવેલા 17 મુસ્લિમ પરિવારોને ઘરમાં જ રહેવા સૂચના

અટલ સમાચાર, થરાદ ગુજરાતમાં કોરોનાના કુલ સાત કેસ પોઝીટીવ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી છે. આ તરફ થરાદમાં 17 મુસ્લિમ પરિવારોને પોતાના ઘરમાં જ રહેવા સુચના અપાઇ છે. આ પરિવારો મક્કા મદીના જઇને પરત ફર્યા હતા. થરાદ પ્રાંત કચેરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્રારા આખા પરિવારને ચેક કરવાનો આદેશ કરવામાં
 
બ્રેકિંગ@થરાદ: વિદેશથી આવેલા 17 મુસ્લિમ પરિવારોને ઘરમાં જ રહેવા સૂચના

અટલ સમાચાર, થરાદ

ગુજરાતમાં કોરોનાના કુલ સાત કેસ પોઝીટીવ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી છે. આ તરફ થરાદમાં 17 મુસ્લિમ પરિવારોને પોતાના ઘરમાં જ રહેવા સુચના અપાઇ છે. આ પરિવારો મક્કા મદીના જઇને પરત ફર્યા હતા. થરાદ પ્રાંત કચેરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્રારા આખા પરિવારને ચેક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદના 17 પરિવારો તાજેતરમાં જ દુબઇ, મક્કા મદીનાથી પરત ફર્યા હોઇ તેમની આરોગ્ય ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. થરાદ પ્રાંત કચેરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ લોકોને પોતાના ઘરમાં જ 14 દિવસ રહેવા માટે સુચના આપવામાં આવી છે. તેઓને નમાઝ પણ પોતાના ઘરમાં જ પઢવા સુચના આપવામાં આવી છે.