બ્રેકિંગ@થરાદ: રાજસ્થાન પહોંચે તે પહેલા 2000 લીટર શંકાસ્પદ ઘી ઝબ્બે 

અટલ સમાચાર, થરાદ થરાદ પંથકમાંથી પસાર થતી ગાડીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મોટીમાત્રામાં હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને લઇ મામલતદાર સહિતની ટીમે તપાસ કરતા 2000 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નજીકના પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યો છે. પાલનપુર નજીકથી ઘી ભરીને નીકળેલી ગાડી રાજસ્થાન પહોંચે તે પહેલા થરાદ તાલુકામાંથી પકડાઇ ગઇ છે. સરેરાશ 6 લાખથી વધુના
 
બ્રેકિંગ@થરાદ: રાજસ્થાન પહોંચે તે પહેલા 2000 લીટર શંકાસ્પદ ઘી ઝબ્બે 

અટલ સમાચાર, થરાદ 

થરાદ પંથકમાંથી પસાર થતી ગાડીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મોટીમાત્રામાં હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને લઇ મામલતદાર સહિતની ટીમે તપાસ કરતા 2000 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નજીકના પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યો છે. પાલનપુર નજીકથી ઘી ભરીને નીકળેલી ગાડી રાજસ્થાન પહોંચે તે પહેલા થરાદ તાલુકામાંથી પકડાઇ ગઇ છે. સરેરાશ 6 લાખથી વધુના ઘી સામે કાર્યવાહી થતાં ફેક્ટરી સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@થરાદ: રાજસ્થાન પહોંચે તે પહેલા 2000 લીટર શંકાસ્પદ ઘી ઝબ્બે 

બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાંથી શંકાસ્પદ ઘી ભરીને જતી ગાડીને લઇ વિગતો આવી હતી. જેથી થરાદ મામલતદાર સહિતનાએ તપાસ કરતા ચોંકાવનારી ગતિવિધિ સામે આવી છે. પાલનપુર નજીક ચંડીસરમાં આવેલી શ્રી સવાઇ મિલ્ક પ્રોટીન નામની ફેક્ટરીમાંથી 15 લીટરના 134 નંગ એટલે કે 2010 લીટર ઘી ભરીને ગાડી રાજસ્થાનના જૈસલમેર જતી હતી. હેલ્થ બ્રાન્ડ નામનું ઘી શંકાસ્પદ હોવાની બાતમી આધારે મામલતદારે કાર્યવાહી કરી જથ્થો સીઝ કર્યો છે.

બ્રેકિંગ@થરાદ: રાજસ્થાન પહોંચે તે પહેલા 2000 લીટર શંકાસ્પદ ઘી ઝબ્બે 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચંડીસર નજીકની ફેક્ટરીના સંચાલકો ખુબ જ મોટી સંખ્યામાં ઘીનો જથ્થો અવાર-નવાર રાજસ્થાનમાં વેચાણ કરે છે. જેમાં આજે ફેક્ટરીથી સરેરાશ 2000 લીટર ઘી ભરીને રાજસ્થાન પહોંચે તે પહેલા થરાદ મામલતદારે ઝડપી લઇ તપાસ શરૂ કરી છે. જેમાં થરાદ પોલીસ સ્ટેશને ગાડી સહિત ઘીનો જથ્થો મુકાવી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમ્યાન ફેક્ટરી સંચાલકો ને ખબર પડતાં તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન પહોંચી મથામણ શરૂ કરી છે.