બ્રેકિંગ@થરાદ: કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીતથી કાર્યકરોમાં ઉત્સાહ

અટલ સમાચાર, મહેસાણા 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. બાયડ બેઠક ભાજપે ગુમાવવાની સાથે થરાદ બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો છે. થરાદ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઇ છે. गुजरात उपचुनावों में थराद से हमारे युवा साथी @Gulabsinhgpyc भव्य जीत
 
બ્રેકિંગ@થરાદ: કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીતથી કાર્યકરોમાં ઉત્સાહ

અટલ સમાચાર, મહેસાણા

21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. બાયડ બેઠક ભાજપે ગુમાવવાની સાથે થરાદ બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો છે. થરાદ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઇ છે.

થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપે જીવરાજ પટેલને ઉતાર્યા હતા તો સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા હતા. શરૂઆતમાં ભાજપ આગળ રહ્યા બાદ બપોરે ૧ વાગ્યા બાદ કોંગ્રેસ આગળ નીકળી જતાં ગુલાબસિંહ રાજપૂતની ભવ્ય જીત થતાં કોંગ્રેસી ઉમેદવારની જીત થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલની હાર થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ હજી સુધી તેમની હારની કોઇ સત્તાવાર જાહેરાત નથી થઇ. પોતાની જીતથી ગુલાબસિંહ રાજપૂતે મતદારોનો આભાર માન્યો હતો.