બ્રેકિંગ@થરાદ: ખાનગી લેબોરેટરીમાં મળી સરકારી દવા, કર્મચારીનું નામ આવ્યું

અટલ સમાચાર, થરાદ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચોક્કસ વિગતો આધારે ખાનગી લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી આરોગ્ય કેન્દ્રની દવાનો જથ્થો મળી આવતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. જેથી પૂછપરછ કરતાં સરકારી લેબોરેટરી ટેકનીશ્યને બારોબાર આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી આરોગ્ય તંત્ર દ્વારા કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ
 
બ્રેકિંગ@થરાદ: ખાનગી લેબોરેટરીમાં મળી સરકારી દવા, કર્મચારીનું નામ આવ્યું

અટલ સમાચાર, થરાદ

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચોક્કસ વિગતો આધારે ખાનગી લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી આરોગ્ય કેન્દ્રની દવાનો જથ્થો મળી આવતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. જેથી પૂછપરછ કરતાં સરકારી લેબોરેટરી ટેકનીશ્યને બારોબાર આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી આરોગ્ય તંત્ર દ્વારા કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્રેકિંગ@થરાદ: ખાનગી લેબોરેટરીમાં મળી સરકારી દવા, કર્મચારીનું નામ આવ્યું

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામે બસસ્ટેન્ડ નજીક પ્રાઇવેટ લેબોરેટરીમાં રેઈડ કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે અગાઉથી મેળવેલી વિગતો મુજબ તપાસ કરતાં સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેતડા ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રનો જથ્થો હોવાનું ખુદ લેબોરેટરીના માણસે સ્વિકાર કર્યો હતો. આ સાથે દવાનો જથ્થો આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનીશ્યન મનસુખ નામના કર્મચારીએ પૂરો પાડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. લેબોરેટરીનો અશોક પરમાર અને આરોગ્ય કેન્દ્રનો મનસુખ પિતરાઇ ભાઈ થતો હોવાનું ખુલ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી લેબોરેટરીમાં મળી આવેલ જથ્થો અને સંચાલકનું લખાણ સહિતની વિગતો મેળવી હતી. આથી સરકારી આરોગ્ય કર્મચારી વિરુદ્ધ પગલાં ભરવાની જોગવાઈ ચકાસવામાં આવી રહી છે. આ સાથે સરકારી દવાનો જથ્થો ચોરાઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવવા મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે.