બ્રેકિંગ@થરાદ: લાંચ રૂશ્વત કેસમાં સંડોવણીથી કાર્યવાહી, સરપંચ સસ્પેન્ડ

અટલ સમાચાર, થરાદ થરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચને એસીબી લાંચ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ તેમના ભાઇ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ત્યાર બાદ એસીબીની તપાસમાં સરપંચની સંડોવણી હોવાનુ સામે આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંઘનિય છે કે, એસીબીએ ગઇ કાલે બનાસકાંઠા જીલ્લામાં
 
બ્રેકિંગ@થરાદ: લાંચ રૂશ્વત કેસમાં સંડોવણીથી કાર્યવાહી, સરપંચ સસ્પેન્ડ

અટલ સમાચાર, થરાદ

થરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચને એસીબી લાંચ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ તેમના ભાઇ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ત્યાર બાદ એસીબીની તપાસમાં સરપંચની સંડોવણી હોવાનુ સામે આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંઘનિય છે કે, એસીબીએ ગઇ કાલે બનાસકાંઠા જીલ્લામાં એક જ દિવસમાં બે સફળ એસીબી ટ્રેપ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચને લાંચ રૂશ્વત કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. ચાંગડા ગામના સરપંચ દાનાભાઇ મકવાણાના ભાઇ ગત દિવસોએ લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે એસીબીની ટ્રેપમાં આવ્યા હતા. જેને લઇ કાર્યવાહી દરમ્યાન સરપંચ દાનાભાઇ મકવાણાની સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ આજે જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતા વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે.