બ્રેકિંગ@ઊંઝા: એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 14થી 21 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડને પણ હવે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ કોરોનાના વધતાં કેસો વચ્ચે ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજે વેપારી એસોસિયન અને માર્કેટયાર્ડની સહિત તંત્રની મીટીંગ મળી હતી. જેમાં ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ
 
બ્રેકિંગ@ઊંઝા: એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 14થી 21 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડને પણ હવે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ કોરોનાના વધતાં કેસો વચ્ચે ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજે વેપારી એસોસિયન અને માર્કેટયાર્ડની સહિત તંત્રની મીટીંગ મળી હતી. જેમાં ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ઊંઝા: એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 14થી 21 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય
File Photo

મહેસાણા જીલ્લાના ઊંઝા સ્થિતિ માર્કેટયાર્ડ આગામી 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવાનું નક્કી કરાયુ છે. માર્કેટયાર્ડ સાથે આજુબાજુની ક્લિનિંગ કરતી ફેકટરીઓ પણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. નોંધનિય છે કે, ઊંઝા માર્કેટયાર્ડ ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા આવે છે. જોકે હાલની સ્થિતિ જોતાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા આ નિર્ણય લેવાયો છે.