બ્રેકિંગ@વડગામ: બસ ન આવતા વિદ્યાર્થીઓનો હોબાળો, બસ રોકી ટ્રાફીકજામ કરાયું

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સાંજના સમયે શાળા છૂટ્યા બાદ એસ.ટી.બસ.સ્ટેન્ડ ન આવતાં વિદ્યાર્થી રઝળી પડ્યા હતા. જેને લઇ પાલનપુર મુક્તેશ્વર એસ.ટી.બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકીને થોડીવાર માટે વડગામ બસસ્ટેશન પર ટ્રાફિક જામ કરીને એસ.ટી.સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે મંગળવાર સાંજે સ્કૂલો છૂટ્યા બાદ
 
બ્રેકિંગ@વડગામ: બસ ન આવતા વિદ્યાર્થીઓનો હોબાળો, બસ રોકી ટ્રાફીકજામ કરાયું

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સાંજના સમયે શાળા છૂટ્યા બાદ એસ.ટી.બસ.સ્ટેન્ડ ન આવતાં વિદ્યાર્થી રઝળી પડ્યા હતા. જેને લઇ પાલનપુર મુક્તેશ્વર એસ.ટી.બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકીને થોડીવાર માટે વડગામ બસસ્ટેશન પર ટ્રાફિક જામ કરીને એસ.ટી.સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

બ્રેકિંગ@વડગામ: બસ ન આવતા વિદ્યાર્થીઓનો હોબાળો, બસ રોકી ટ્રાફીકજામ કરાયું

બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે મંગળવાર સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતાં. જેને લઇને વિધાર્થીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. બસ સ્ટેન્ડ પર પાલનપુર-મુક્તેશ્વર બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓએ બસમાં ચઢવા માટે પડાપડી કરી હતી. એસ.ટી. બસમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરો ખીચોખીચ ભરાયાં હતા.

બ્રેકિંગ@વડગામ: બસ ન આવતા વિદ્યાર્થીઓનો હોબાળો, બસ રોકી ટ્રાફીકજામ કરાયું

વડગામ સહિત બનાસકાંઠા જીલ્લાન અમુક વિસ્તારોમાં વિધાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. વડગામાં ઘરે જવા માટે રઝળપાટ કરવી પડતી હોવાથી વિદ્યાર્થીઓએ વડગામ એસ.ટી.સ્ટેન્ડ પર બસ રોકીને થોડીવાર માટે ટ્રાફીક જામ કરતા વડગામ શહેરમાં હલચલ મચી ગઇ હતી. આ અંગેની જાણ વડગામ પોલીસને થતાં તાબડતોડ વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.મોહનીયા ઘટના સ્થળે દોડી આવીને વિધાર્થીઓના ટોળાને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. વિધાર્થીઓ દ્વારા વડગામ પંથકમાં સ્કૂલના સમયે એસ.ટી.બસો શરૂ કરવા માંગ કરવામાં આવી છે.