બ્રેકિંગ@વડગામ: મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યા, ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, બનાસકાંઠા વડગામ ટીડીઓએ એકથી વધુ મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યાની ઘટના સામે આવી છે. આજે મહિલા તલાટીઓએ વડગામ પોલીસ સ્ટેશને પોતાના અધિકારી ટીડીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ટીડીઓ પરમારે પણ મહિલા તલાટીઓ વિરુદ્ધ એટ્રોસીટી મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. સમગ્ર ઘટનાક્રમથી તાલુકા અને જિલ્લા પંચાયત આલમમાં ચકચાર
 
બ્રેકિંગ@વડગામ: મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યા, ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, બનાસકાંઠા

વડગામ ટીડીઓએ એકથી વધુ મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યાની ઘટના સામે આવી છે. આજે મહિલા તલાટીઓએ વડગામ પોલીસ સ્ટેશને પોતાના અધિકારી ટીડીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ટીડીઓ પરમારે પણ મહિલા તલાટીઓ વિરુદ્ધ એટ્રોસીટી મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. સમગ્ર ઘટનાક્રમથી તાલુકા અને જિલ્લા પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર વિરુદ્ધ સનસનીખેજ ફરીયાદ દાખલ થઇ છે. એકથી વધુ મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ અને ફોન કર્યા હોવાની ફરીયાદ થઈ છે. મહિલા તલાટીઓએ શરૂમાં છાપી અને વડગામ પોલીસ સ્ટેશને જાણવાજોગ આપી હતી. આ પછી મામલો ગંભીર જણાતાં આજે બપોરે વડગામ પોલીસ મથકે એફઆઇઆર આપી છે. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીને પુરાવારૂપે મોબાઇલના સ્ક્રીનશોટ અને ઓડીયો ટેપની સીડી પણ આપી છે. સમગ્ર ઘટનાને પગલે જિલ્લાના વહીવટી આલમમાં હડકંપ મચી ગયો છે.

આ તરફ ટીડીઓ અમૃત પરમારે જણાવ્યું હતું કે, શિક્ષાત્મક કાર્યવાહી કરી હોઇ મહિલા તલાટીઓએ આવું કર્યું છે. જોકે મેસેજ કેમ કર્યા અંગે પુછતાં મને ખબર ન હોઇ થયા હશે કહીને બચાવ કર્યો હતો. આ દરમ્યાન ટીડીઓ પરમારે એટ્રોસીટી દાખલ કરાવી વળતી લડત આપી હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટી વાત છે કે, વર્ગ 2 અને વર્ગ 3 ના કર્મચારીની સામસામે પોલીસ ફરિયાદથી મામલો અત્યંત સંવેદનશીલ બનતો જાય છે.

શું કહે છે તલાટી મંડળ પ્રમુખ ?

બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ પ્રમુખ અને છાપી તલાટી ચોધરીએ જણાવ્યું હતું કે, ટીડીઓ એકથી વધુ મહિલા તલાટીઓને માનસિક તાણ આપતાં હતાં. આથી ફરિયાદ દાખલ થઇ હોવાથી પ્રદેશ મંડળના માર્ગદર્શન મુજબ મહિલા તલાટીઓના હિતમાં નિર્ણય કરી કાર્યવાહી કરીશું.