બ્રેકિંગ@વડગામ: આરોપી ટીડીઓ સંપર્ક બહાર, પોલીસે કહ્યું ભાગતા ફરે છે

અટલ સમાચાર, પાલનપુર વડગામ તાલુકા વિકાસ અધિકારી ભાગતા ફરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલા તલાટીઓની ફરિયાદ બાદ પોલીસે ટેલિફોનિક સંપર્ક, નિવાસ સ્થાને તપાસ અને કચેરીએ મુલાકાત લીધી હતી. જોકે હજુસુધી ટીડીઓ અમૃત પરમાર મળી આવ્યા નથી. સંગીન આરોપોનો સામનો કરતાં ક્લાસ 2 અધિકારી સંપર્ક બહાર જતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાક્રમને પગલે પંચાયત આલમમાં
 
બ્રેકિંગ@વડગામ: આરોપી ટીડીઓ સંપર્ક બહાર, પોલીસે કહ્યું ભાગતા ફરે છે

અટલ સમાચાર, પાલનપુર

વડગામ તાલુકા વિકાસ અધિકારી ભાગતા ફરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલા તલાટીઓની ફરિયાદ બાદ પોલીસે ટેલિફોનિક સંપર્ક, નિવાસ સ્થાને તપાસ અને કચેરીએ મુલાકાત લીધી હતી. જોકે હજુસુધી ટીડીઓ અમૃત પરમાર મળી આવ્યા નથી. સંગીન આરોપોનો સામનો કરતાં ક્લાસ 2 અધિકારી સંપર્ક બહાર જતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાક્રમને પગલે પંચાયત આલમમાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતના સુકાની સંપર્ક વિહોણા બન્યા છે. મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કરવાના આરોપી ટીડીઓને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે ટીડીઓ અમૃત પરમારના પાટણ સ્થિત નિવાસ સહિત અન્ય રહેણાંક સ્થળોએ તપાસ કરી હતી. આ સાથે ટીડીઓના બંને નંબર પણ સ્વીચ ઓફ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન પોલીસે વડગામ પંચાયત કચેરીએ પણ પૂછપરછ કરી હતી. જોકે ટીડીઓ મળી આવતાં ન હોવાથી ધરપકડ વિલંબમાં જઇ રહી છે.

વડગામ પોલીસના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ટીડીઓને શોધી રહ્યા પરંતુ મળતાં ન હોઇ ભાગતા ફરતા હોવાનું જણાઇ રહ્યું છે. જોકે તપાસ ચાલું હોઇ મોબાઇલ નંબરનું લોકેશન ટ્રેસ કરવા સહિતની કાર્યવાહી કરી અટકાયત કરવા દોડધામ છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, મહિલા તલાટીઓએ વડગામ પોલીસ સ્ટેશને ટીડીઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવ્યા દરમ્યાન 8 એપ્રિલ સુધીની રજા ઉપર ઉતરી ગયા છે. આથી ફરજના સ્થળે મળી આવતાં નથી જ્યારે ઘેર પણ ન હોવાથી ટીડીઓ અમૃત પરમાર ક્યાં હશે તે સૌથી મોટો સવાલ બન્યો છે.