બ્રેકિંગ@થરાદ: ટેન્કરની ઓવરટેક કરતા બાઇક સ્લિપ થતાં અકસ્માત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) થરાદ શહેરમાં આજે બપોરના સુમારે એક બાઇકચાલક સ્લિપ થઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાઇકસવાર ટેન્કરની ઓવરટેક કરવા જતા દરમ્યાન અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@થરાદ: ટેન્કરની ઓવરટેક કરતા બાઇક સ્લિપ થતાં અકસ્માત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

થરાદ શહેરમાં આજે બપોરના સુમારે એક બાઇકચાલક સ્લિપ થઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાઇકસવાર ટેન્કરની ઓવરટેક કરવા જતા દરમ્યાન અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ રેફરલ ત્રણ રસ્તા નજીક બાઇક સ્લિપ થઇ જતા અકસ્માતની ઘટના સામે આવી છે. ટેન્કરની ઓવરટેક કરવા જતાં દરમ્યાન બાઇક સ્લિપ થઇ જતાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ સ્થાનિકોએ આધેડને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા.