આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર)

વડનગરની મેડીકલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ભારે ચિંતાજનક સ્થિતિમાં નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યા છે. ચોંકાવનારા આક્ષેપ કરી એકસાથે 150 નર્સિંગ કર્મચારી હોસ્પિટલના ગેટ આગળ બેસી ગયા છે. જેનાથી હોસ્પિટલમાં ભારે દોડધામ મચી જતાં આરોગ્ય સહિતના તંત્ર હરકતમાં આવ્યું છે. તાત્કાલિક અસરથી કાયમી સ્ટાફને કોરોના વોર્ડમાં જવાબદારી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાની વડનગરની સરકારી મેડિકલ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે. કોવિડ-19ની જવાબદારી વચ્ચે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતરી ગયો છે. પગારમાં અન્યાય અને કોરોના સામે ભય છતાં સેમ્પલ નહિ લેવાતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

કરાર આધારિત 154 નર્સિંગ સ્ટાફના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકા રાજપૂતે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. જેમાં પગાર 21 હજાર છતાં 12 હજાર આપતાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે અન્ય એક સ્ટાફે લક્ષણો છતાં સેમ્પલ નથી લેતા અમે ડર હેઠળ હોવાનું જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર જતાં સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. કોન્ટ્રાક્ટ એજન્સીને તાત્કાલિક બોલાવી સેવાઓ પૂર્વવત કરવા આદેશ કર્યો છે. આ સાથે કોરોના દર્દીઓ માટે કાયમી કર્મચારીઓને આઇસોલેશન વોર્ડમાં મૂક્યા છે. એકસાથે તમામ કરાર આધારિત નર્સિંગ જવાબદારીથી દૂર જતાં આરોગ્ય સેવાઓને અસર થઈ છે.

કલેક્ટરને ઘટતું કરવા રજૂઆત મોકલી છે

આ અંગે વડનગર હોસ્પિટલના ડીન ડોક્ટર હરેશ પાલેકરે જણાવ્યું હતું કે, આક્ષેપો ખોટા છે. જ્યારે પગારની બાબત રાજ્ય સરકાર અંતર્ગત છે. હડતાળ બાબતે કલેકટરને જાણ કરી ઘટતું કરવા રજૂઆત કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code