બ્રેકિંગ@વડનગર: આઇસર સાથે મોતની ટક્કર, 3 યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

અટલ સમાચાર, વડનગર વડનગર-વિસનગર હાઇવે પર આજે બપોરના સમયે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. એક્ટિવા લઇ પસાર થતાં ત્રણ યુવકો અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત આસપાસના લોકો
 
બ્રેકિંગ@વડનગર: આઇસર સાથે મોતની ટક્કર, 3 યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

અટલ સમાચાર, વડનગર

વડનગર-વિસનગર હાઇવે પર આજે બપોરના સમયે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. એક્ટિવા લઇ પસાર થતાં ત્રણ યુવકો અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા છે. આ તરફ સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@વડનગર: આઇસર સાથે મોતની ટક્કર, 3 યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

મહેસાણા જીલ્લાના વડનગરમાં આજે બપોરે એક્ટિવા અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આજે બપોરે 2 વાગ્યા આસપાસ બ્લીસ સ્કુલ નજીક એક્ટિવા પર પસાર થતાં ત્રણ યુવકોને અકસ્માત નડ્યો હતો. આઇસર અને એક્ટિવા સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ માર્ગ અકસ્માતની ઘટનામાં એકસાથે ત્રણેય યુવકોના કમકમાટીભર્યા મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ 108 અને પોલીસની ટીમે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@વડનગર: આઇસર સાથે મોતની ટક્કર, 3 યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો