બ્રેકિંગ@વડનગર: દૂધસાગરનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને પકડી ગઈ પોલીસ, બાતમી આધારે છાપો માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર દૂધસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને અચાનક વડનગર પોલીસે પકડી લેતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉની ફરિયાદ આધારે છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ તપાસ કરતી હોઇ આજે બાતમી આધારે હસ્તગત કરી લીધા છે. તેમનાં પોતાના ફાર્મ ઉપર હાજર હોવાની વિગતો મળતાં વડનગર પોલીસ પહોંચી ગઈ હતી. વિપુલ ચૌધરી સહિતના ડેરીનાં તત્કાલીન
 
બ્રેકિંગ@વડનગર: દૂધસાગરનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને પકડી ગઈ પોલીસ, બાતમી આધારે છાપો માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

દૂધસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને અચાનક વડનગર પોલીસે પકડી લેતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉની ફરિયાદ આધારે છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ તપાસ કરતી હોઇ આજે બાતમી આધારે હસ્તગત કરી લીધા છે. તેમનાં પોતાના ફાર્મ ઉપર હાજર હોવાની વિગતો મળતાં વડનગર પોલીસ પહોંચી ગઈ હતી. વિપુલ ચૌધરી સહિતના ડેરીનાં તત્કાલીન દિગ્ગજોની અટકાયત બાદ આશાબેન ઠાકોરને પણ પોલીસે પકડી લેતાં રાજકીય અને સામાજીક ગરમાવો વધી ગયો છે. પોલીસે હવે કોરોના ટેસ્ટ કરાવી પૂછપરછ કરવા બાબતે કવાયત શરૂ કરતાં ડેરીની ચૂંટણી બાદ ફરીથી દૂધસાગરના કથિત ઘી કૌભાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

બ્રેકિંગ@વડનગર: દૂધસાગરનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને પકડી ગઈ પોલીસ, બાતમી આધારે છાપો માર્યો

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં કથિત ઘી ભેળસેળ સહિત અનેક બાબતે અગાઉ ફરિયાદ થઈ હતી. જેમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તત્કાલીન વાઇસ ચેરમેન, એમડી સહિતનાની અટકાયત કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન મહિલા ચેરમેન આશાબેન ઠાકોર પોલીસ પકડથી દૂર હતા. ફરિયાદ બાદથી વડનગર પોલીસ આશાબેન ઠાકોરને પકડવા મથામણ કરતી હતી. આ દરમ્યાન દૂધસાગર ડેરીની ચૂંટણી આવતાં સત્તા પરિવર્તન થઈ ગયું હતું. આ પછી દૂધસાગર ડેરીનાં કથિત ઘી કૌભાંડની તપાસ સાથે આરોપીઓની અટકાયત કરવા પોલીસ કાર્યવાહી ચાલું હતી. જેમાં ફરિયાદ થઈ ત્યારથી આશાબેન ઠાકોર પોલીસ પકડથી દૂર રહેતાં આખરે આજે છાપો માર્યો હતો. બાતમી આધારે ઉપલાં અધિકારીથી સુચના મળતાં વડનગર પોલીસ ફાર્મ ઉપર પહોંચી હતી. જ્યાં ફરિયાદ મુજબનાં આરોપી આશાબેન ઠાકોર મળી આવતાં હસ્તગત કરી લીધા હતા. આ પછી વડનગર પોલીસે કોરોના ગાઇડલાઇન મુજબ કોવિડ ટેસ્ટ કરાવવા દોડધામ શરૂ કરી છે, આ પછી નિયમ મુજબ અટકાયત કરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@વડનગર: દૂધસાગરનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને પકડી ગઈ પોલીસ, બાતમી આધારે છાપો માર્યો

સૂત્રોએ જણાવ્યું હતું કે, આશાબેન ઠાકોરને તેમના પોતાના ખેતર(ફાર્મ) ઉપરથી પોલીસે પકડી લીધા હોવાનું ધ્યાને આવતાં રાજકીય કરતાં સામાજીક ગરમાવો આવી ગયો છે. ફરિયાદ મુજબ આશાબેન આરોપી છે એટલે અટકાયત થવાની હતી. આથી હવે પરિવાર સહિત રાજકીય સંબંધિતોએ જામીન અપાવવા બાબતની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરી છે. આશાબેન ઠાકોરને ચેરમેનની જવાબદારી મળ્યાને ગણતરીના મહિનાઓમાં કથિત ઘી કૌભાંડની ફરિયાદ થતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. પોલીસ ફરિયાદમાં જવાબદારીના નાતે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી સહિતનાને આરોપી બનાવ્યા હતા. જેમાં આજે આશાબેન ઠાકોરને પોલીસે હસ્તગત કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.